Retail Inflation: સામાન્ય લોકોને મળી રાહત, 8 વર્ષના તળિયે પહોંચી રિટેલ મોંઘવારી
દેશમાં મોંઘવારીના મોરચે સામાન્ય માણસને રાહત મળી છે. જુલાઈ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે આ મહિને ભારતનો છૂટક ફુગાવો ઘટીને 1.55 ટકા થયો છે.

Retail Inflation: દેશમાં મોંઘવારીના મોરચે સામાન્ય માણસને રાહત મળી છે. જુલાઈ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે આ મહિને ભારતનો છૂટક ફુગાવો ઘટીને 1.55 ટકા થયો છે. આ છેલ્લા આઠ વર્ષમાં સૌથી નીચો છે.
સરકારી આંકડા અનુસાર, જૂન 2017 પછી છૂટક ફુગાવાનો આ સૌથી નીચો સ્તર છે. જુલાઈમાં છૂટક ફુગાવો આ વર્ષે જૂનમાં 2.1 ટકા કરતા 55 બેસિસ પોઈન્ટ ઓછો હતો, જે જાન્યુઆરી 2019 પછી છૂટક ફુગાવાનો સૌથી નીચો સ્તર છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર, જુલાઈમાં રિટેલ મોંઘવારીનો દર ઘટી 1.55 ટકા થયો છે. જે જૂન, 2025ના 2.10 ટકા સામે 55 બેઝિસ પોઈન્ટ ઘટ્યો છે.
નેગેટિવ ઝોનમાં આવી મોંઘવારી
આ વર્ષે જુલાઈમાં ખાદ્ય ફુગાવો ગયા વર્ષના આ જ મહિનાની તુલનામાં -1.76 ટકાના નેગેટિવ ઝોનમાં આવી ગયો હતો. જૂનની તુલનામાં જુલાઈમાં ખાદ્ય ફુગાવામાં પણ 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. જાન્યુઆરી 2019 પછી ખાદ્ય ફુગાવાનો આ સૌથી નીચો સ્તર છે. જુલાઈ, 2025 દરમિયાન મુખ્ય ફુગાવા અને ખાદ્ય ફુગાવામાં આ ઘટાડાનું કારણ કઠોળ, શાકભાજી, અનાજ, ઈંડા અને ખાંડના ભાવમાં ઘટાડો છે.
જુલાઈમાં ખાદ્ય ફુગાવાનો દર જાન્યુઆરી 2019 પછીનો સૌથી નીચો છે. જુલાઈમાં ગ્રામીણ ફુગાવો જૂનમાં 1.72 ટકાથી ઘટીને 1.18 ટકા થયો, જ્યારે શહેરી ફુગાવો આ જ સમયગાળા દરમિયાન 2.56 ટકાથી ઘટીને 2.05 ટકા થયો. ગૃહનિર્માણ ફુગાવો લગભગ 3.17 ટકા પર સ્થિર રહ્યો, શિક્ષણમાં 4.37 ટકાથી ઘટીને 4 ટકા થયો અને આરોગ્ય ક્ષેત્રમાં એક મહિના પહેલા 4.38 ટકાથી વધીને 4.57 ટકા થયો.
આ રાજ્યોમાં ફુગાવો સૌથી વધુ ઘટ્યો
સૌથી વધારે કેરળમાં મોંઘવારી સંયુક્ત રુપથી ઓછી થઈ છે, જે 8.89 ટકા નોંધાઈ છે. તે પછી જમ્મુ અને કાશ્મીર (3.77 ટકા), પંજાબ (3.53 ટકા), કર્ણાટક (2.73 ટકા) અને મહારાષ્ટ્ર (2.28 ટકા) આવે છે. આ સાથે, પરિવહન અને સંદેશાવ્યવહાર ફુગાવો જૂનમાં 3.90 ટકાથી ઘટીને જુલાઈમાં 2.12 ટકા થયો.
અમુક ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી દર અપેક્ષા કરતાં નીચો રહ્યો છે. જેમાં અનાજ (3.03 ટકા), દૂધ અને ડેરી ઉત્પાદનો (2.74 ટકા) અને ખાંડ અને કન્ફેક્શનરી ઉત્પાદનો (3.28 ટકા)નો સમાવેશ થાય છે. બીજી બાજુ જુલાઈમાં ફળોના ભાવમાં વધારો થયો હતો. તેનો ફુગાવો 14.42 ટકા રહ્યો હતો. તેલ અને ચરબીયુક્ત ઉત્પાદનો 19.24 ટકા મોંઘા થયા હતાં. ઇંધણ અને વીજ શ્રેણીનો ફુગાવો 2.67 ટકા નોંધાયો હતો.





















