શોધખોળ કરો
Advertisement
શેર બજાર પર કોરોનાના કહેર યથાવત, 2178 પૉઇન્ટ તુટ્યો સેન્સેક્સ, નિફ્ટી પણ પડ્યો
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 1000 પૉઇન્ટનો ભારે કડાકા સાથે 33,103.24 પર ખુલ્યો હતો, આ જ રીતે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી પણ નીચે પડ્યો હતો, જે 9,587.80 પર ખુલ્યો હતો
મુંબઇઃ દુનિયાભરના શેર બજારો પર કોરોનાની સીધી અસર ચાલુ થઇ ગઇ છે. આની અસર સોમવારે ભારતીય શેર બજાર પર પણ ખુલતા માર્કેટમાં દેખાઇ અને માર્કેટ ધડામ કરીને નીચે પડ્યુ હતુ.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 1000 પૉઇન્ટનો ભારે કડાકા સાથે 33,103.24 પર ખુલ્યો હતો, આ જ રીતે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી પણ નીચે પડ્યો હતો, જે 9,587.80 પર ખુલ્યો હતો.
સવારે 9.34 વાગ્યા સુધી સેન્સેક્સ 2178 પૉઇન્ટ તુટીને 31,925 પર પહોંચી ગયો, આ જ રીતે નિફ્ટી 518 પૉઇન્ટ તુટીને 9,437.00 પર પહોંચી ગયો હતો. કોરોનાથી બચવા માટે અમેરિકન ફેડરલ રિઝર્વ અને અન્ય કેન્દ્રીય બેન્કોના પગલાંઓ રોકાણકારોને માફક ન હતા આવ્યા.
સોમવારે ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાના કેટલાય શેર બજારો ખુલાતા જ ધડામ દઇને પડ્યા હતા. અમેરિકા અને ન્યૂઝીલેન્ડની કેન્દ્રીય બેન્કે ઇમર્જન્સી પગલાં ભરતા વ્યાજદરોમાં કાપ કર્યો હતો. પણ આનાથી રોકાણકારોમાં કોઇ વિશ્વાસ પેદા કરી શકાયો ન હતો. આમ ભારતમાં પણ સોમવારે ખુલતુ માર્કેટ ધડામ દઇને પડ્યુ અને રોકાણકારો ધોવાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement