શોધખોળ કરો

વિદેશમાં પણ UPIની બોલબાલા, આ દેશે ડિઝિટલ ટ્રાજેક્શન માટે UPI અપનાવ્યું

India UPI Nepal: NIPL CEO રિતેશ શુક્લાએ નિવેદનમાં જણાવ્યું હતું કે,અમને વિશ્વાસ છે કે આ પહેલ NIPLની તકનીકી ક્ષમતાઓ વધારવામાં મદદ કરશે.

નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ગુરુવારે જણાવ્યું હતું કે નેપાળ ભારતની UPI સિસ્ટમ અપનાવનાર પ્રથમ દેશ બની ગયો છે. જેનાથી પાડોશી દેશની ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપવામાં મદદ મળશે.  એનપીસીઆઇની ઇન્ટરનેશનલ શાખા એનપીસીઆઇ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે નેપાળમાં સેવાઓ આપવા માટે ગેટવે પેમેન્ટ્સ સર્વિસ અને મનમ ઇન્ફોટેક સાથે ભાગીદારી કરી છે.

ગેટવે પેમેન્ટ્સ સર્વિસ (GPS) નેપાળમાં અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે. મનમ ઇન્ફોટેક નેપાળમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લાગુ કરશે. NPCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ભાગીદારીથી નેપાળમાં લોકોની સુવિધામાં વધારો કરશે અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે.

એક નિવેદન અનુસાર, નેપાળ પ્રથમ દેશ હશે જેણે UPIને કેશ ટ્રાન્ઝેક્શનના ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપતા પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે અપનાવ્યું છે. GPSના CEO રાજેશ પ્રસાદ માનંધરે જણાવ્યું હતું કે UPI સેવાએ ભારતમાં ડિજિટલ પેમેન્ટ પર ભારે હકારાત્મક અસર કરી છે. અમને આશા છે કે UPI નેપાળમાં ડિજિટલ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

2021માં UPI દ્વારા $940 બિલિયનના વ્યવહારો

NIPL CEO રિતેશ શુક્લાએ નિવેદનમાં જણાવ્યું હતું કે,અમને વિશ્વાસ છે કે આ પહેલ NIPLની તકનીકી ક્ષમતાઓ વધારવામાં મદદ કરશે. યુપીઆઇએ 2021માં 940 અબજ ડોલરના 3900 કરોડ આર્થિક વ્યવહારોને સક્ષમ કર્યા છે જે ભારતના જીડીપીના લગભગ 31 ટકા જેટલી છે.

UPI શું છે?

UPI એ બેંકિંગ સિસ્ટમ છે. તેની મદદથી પેમેન્ટ એપ પર પૈસાની લેવડદેવડ કરી શકાય છે. UPI ની મદદથી તમે ગમે ત્યાંથી, કોઈપણ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. UPI ની મદદથી પેમેન્ટ સિવાય બીજી ઘણી વસ્તુઓ કરવામાં આવે છે. હાલમાં તમે BHIM, Phone Pay, Google Pay, Mobikwik, Paytm જેવી ઘણી એપ્સની મદદથી UPI નો ઉપયોગ કરી શકો છો. યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ અથવા UPI નો ઉપયોગ મોબાઈલમાંથી અન્ય કોઈ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget