શોધખોળ કરો

Travel Now Pay Later: IRCTC એ લોન્ચ કરી મુસાફરો માટે નવી ફેસિલિટી, મુસાફરી કર્યા બાદ ચૂકવો ભાડુ 

રેલવેને સામાન્ય લોકોના જીવનની લાઈફલાઈન માનવામાં આવે છે. દરરોજ કરોડો યાત્રીઓ ટ્રેન દ્વારા તેમના ઘરે જાય છે. ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે.

IRCTC Travel Now Pay Later Facility: રેલવેને સામાન્ય લોકોના જીવનની લાઈફલાઈન માનવામાં આવે છે. દરરોજ કરોડો યાત્રીઓ ટ્રેન દ્વારા તેમના ઘરે જાય છે. ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકો મોટી સંખ્યામાં પોતાના ઘરે જઈ રહ્યા છે. મુસાફરોની સુવિધા માટે રેલ્વેએ ઘણી તહેવાર વિશેષ ટ્રેનો શરૂ કરી છે. આ ટ્રેનોમાં રિઝર્વેશન માટે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે. આના દ્વારા તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વગર રેલવે ટિકિટ બુક કરાવી શકો છો. આ સુવિધાનું નામ છે 'ટ્રાવેલ નાઉ પે લેટર'(Travel Now Pay Later). આના દ્વારા ગ્રાહકો ખાતામાં પૈસા વગર પણ રેલવે ટિકિટ (Railway Ticket booking TNPL) બુક કરાવી શકે છે. તમને આ સુવિધા IRCTCની Rail Connect એપ પર પણ મળે છે. IRCTC એ 'ટ્રાવેલ નાઉ પે લેટર'ની સુવિધા આપવા માટે CASHe સાથે ભાગીદારી કરી છે.

ટિકિટ બુકિંગ પછી 6 મહિનામાં પેમેન્ટ કરો

જો તમે દિવાળી અથવા છઠ પર ઘરે જવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCના 'ટ્રાવેલ નાઉ પે લેટર'નો ઉપયોગ કરીને ટ્રેનમાં સીટ બુક કરી શકો છો. ઘણી વખત લોકો સાથે એવું બને છે કે તેમને ઈમરજન્સીમાં ટિકિટ બુક કરાવવી પડે છે, પરંતુ તેમની પાસે ટિકિટ બુક કરાવવાના પૈસા નથી હોતા. આવી સ્થિતિમાં, આ સુવિધાનો લાભ લઈને, તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વિના રેલવે ટિકિટ બુક કરાવી શકો છો. તમે CASHe ના EMI વિકલ્પને પસંદ કરીને સરળતાથી ટિકિટ બુક કરી શકો છો. તમે આ ટિકિટ 3 થી 6 મહિનાના EMI વિકલ્પ દ્વારા ચૂકવી શકો છો. આ સુવિધા થકી દેશભરના કરોડો રેલવે મુસાફરોને મોટો ફાયદો થશે. ખાસ વાત એ છે કે તમે તત્કાલ અને સામાન્ય બંને ટિકિટ બુકિંગ માટે ટ્રાવેલ નાઉ અને પે લેટરની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી.

CASHe ના ચેરમેન આ વાત કહી

આ બાબતે માહિતી આપતાં CASHeના ચેરમેન વી. રમણ કુમારે જણાવ્યું કે IRCTC દ્વારા દેશભરમાં 'ટ્રાવેલ નાઉ પે લેટર' સુવિધા શરૂ કરવામાં આવી છે. દરરોજ 15 લાખ લોકો આ એપ દ્વારા ટિકિટ બુક કરાવે છે. આવી સ્થિતિમાં, અમે વધુને વધુ લોકોને TNPL સુવિધા પૂરી પાડી શકીશું. નોંધનીય છે કે CASHe તેની નાણાકીય સેવાઓ TNPL સેવા દ્વારા શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે. આ સાથે, તે તેના પ્લેટફોર્મને ભારતમાં સૌથી મોટું ડિજિટલ ક્રેડિટ પ્લેટફોર્મ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

IRCTC ની Rail Connect એપ પર આ રીતે ટિકિટ બુક કરો-

તમે દિવાળી અને છઠ પર તમારા ઘરે જવાની યોજના બનાવી રહ્યા છો, પરંતુ જો તમને તરત જ રિઝર્વેશન ન મળી રહ્યું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે IRCTC ની Rail Connect એપ દ્વારા સરળતાથી રિઝર્વેશન કરી શકો છો. આ માટે તમારે તેને Google Play Store અથવા iPhone Store પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. આ પછી, કેટલાક સરળ પગલાઓ અનુસરીને, તમે સરળતાથી રેલ્વે ટિકિટ બુક કરી શકશો. જો તમારી પાસે હાલમાં બુકિંગ માટે પૈસા નથી, તો તમે CASHe TNPL વિકલ્પ પણ પસંદ કરી શકો છો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget