શોધખોળ કરો

ટ્રેન મુસાફરો ખાસ નોંધે: રેલવે એક્ટની કલમ 137 અને 138માં મોટો સુધારો, આજથી નિયમ બદલાયા

Indian Railways new rules 2026: હવે ટિકિટ વગર પકડાશો તો 250 ની જગ્યાએ 500 રૂપિયા દંડ ચૂકવવો પડશે; નિયમ ભંગ બદલ 6 મહિનાની જેલની પણ જોગવાઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 20 જૂનથી ટિકિટ વિના મુસાફરી પર 500 દંડ વસૂલાશે.
  • ટિકિટ વિના, જૂની, નકલી ટિકિટ પર પણ દંડ લાગશે.
  • દંડ ન ભરનારને 6 માસની જેલ સજા થઈ શકે.

Indian Railways new rules 2026: ભારતીય રેલવેને ભલે દેશની જીવાદોરી માનવામાં આવતી હોય, પરંતુ કેટલાક લોકો હજુ પણ ટિકિટ વગર મફતમાં મુસાફરી કરવાની ટેવ ધરાવે છે. આવા લોકો માટે રેલવેએ હવે લાલ આંખ કરી છે. આજથી એટલે કે 20 જૂન, 2026 થી રેલવેના નવા અને કડક નિયમો લાગુ થઈ ગયા છે. હવે જો તમે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા પકડાશો, તો તમારે પહેલા કરતા બમણો દંડ ચૂકવવો પડશે. એટલું જ નહીં, જો દંડ ભરવાની આનાકાની કરશો તો 6 મહિના માટે જેલની હવા પણ ખાવી પડી શકે છે. રેલવેનો આ આકરો નિર્ણય મુસાફરોમાં શિસ્ત જાળવવા અને મફતિયા મુસાફરીને સંપૂર્ણપણે અટકાવવા માટે લેવાયો છે.

શું છે નવા નિયમો અને દંડની જોગવાઈ?

નવા નિયમો મુજબ, 'જાહેર ટ્રસ્ટ અધિનિયમ 2026' હેઠળ 'રેલવે અધિનિયમ 1989' ની કલમ 137 અને 138 માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ટિકિટ વગર મુસાફરી કરવી હવે ગંભીર ગુનો ગણાશે.

અગાઉ ટિકિટ વગર પકડાવા પર લઘુત્તમ 250 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો.

હવે 20 જૂન, 2026 થી આ લઘુત્તમ દંડની રકમ વધારીને સીધી 500 રૂપિયા કરી દેવામાં આવી છે.

પકડાયેલા મુસાફરે દંડની રકમની સાથે-સાથે પોતાની યાત્રાનું સંપૂર્ણ ભાડું પણ ચૂકવવું પડશે.

કયા કિસ્સામાં લાગી શકે છે દંડ?

રેલવે પ્રશાસન નીચે મુજબના કિસ્સાઓમાં તમારી પાસેથી દંડ વસૂલી શકે છે:

જો તમે કોઈપણ માન્ય ટિકિટ લીધા વગર જ ટ્રેનમાં મુસાફરી કરતા પકડાઈ જાવ.

જો તમે અગાઉ વપરાઈ ગયેલી (જૂની) ટિકિટ લઈને ફરીથી મુસાફરી કરતા હોવ.

જો તમે કોઈ ખોટી કે બનાવટી ટિકિટ સાથે પકડાઈ જાવ.

આ પણ વાંચોઃ રેલ્વે મુસાફરો ધ્યાન આપો: 1 માર્ચથી UTS એપ બંધ થશે, હવે આ નવી એપથી જ બુક થશે ટિકિટ; જાણો સંપૂર્ણ વિગત

દંડ ન ભરવા પર શું થશે?

રેલવે તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ મુસાફર પકડાયા બાદ દંડ ભરવાનો ઇનકાર કરશે, તો તેની સામે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સામાં ઉલ્લંઘન કરનારને 6 મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે. રેલવે વિભાગે તમામ મુસાફરોને અપીલ કરી છે કે દંડ અને જેલથી બચવા માટે હંમેશા માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરો અને રેલવેના નિયમોનું ચુસ્તપણે પાલન કરો.

આ પણ વાંચોઃ Gold Rules: ટ્રેનમાં તમે કેટલું સોનું લઈ જઈ શકો છો? જાણો ભારતીય રેલ્વે અને RBI ના નિયમો

Frequently Asked Questions

ભારતીય રેલવેના નવા કડક નિયમો ક્યારથી અમલમાં આવ્યા છે?

ભારતીય રેલવેના નવા કડક નિયમો 20 જૂન, 2026 થી અમલમાં આવ્યા છે. હવે ટિકિટ વગર મુસાફરી કરનારાઓને પહેલા કરતા બમણો દંડ ભરવો પડશે.

ટિકિટ વગર મુસાફરી કરવા બદલ કેટલો દંડ થઈ શકે છે?

ટિકિટ વગર પકડાવા પર લઘુત્તમ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. દંડની રકમની સાથે-સાથે યાત્રાનું સંપૂર્ણ ભાડું પણ ચૂકવવું પડશે.

જો ટિકિટનો દંડ ભરવાનો ઇનકાર કરવામાં આવે તો શું થઈ શકે છે?

જો દંડ ભરવાનો ઇનકાર કરશો, તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી થશે. આવા કિસ્સામાં 6 મહિના સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

કઈ પરિસ્થિતિઓમાં રેલવે દ્વારા દંડ વસૂલવામાં આવી શકે છે?

માન્ય ટિકિટ વગર મુસાફરી કરતા, વપરાયેલી કે જૂની ટિકિટ સાથે મુસાફરી કરતા, અથવા ખોટી કે બનાવટી ટિકિટ સાથે પકડાતા દંડ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
Embed widget