શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
8 વર્ષમાં પ્રથમ વખત શેરબજારમાં જોવા મળ્યો આવો નેગેટિવ માહોલ, આ પરિબળો છે જવાબદાર
30 એપ્રિલ બાદ શેરબજાર સતત 9મા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. 30 એપ્રિલે સેન્સેક્સ 39031ના સ્તર પર બંધ થયો હતો. જે 13 મેના રોજ 37090ના સ્તર પર બંધ થયો હતો. એટલે કે 9 દિવસમાં 1941 પોઇન્ટનો ઘટાડો થયો છે.
મુંબઈઃ લોકસભા ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થશે પરંતુ તે પહેલા ભારતીય શેરબજારમાં હાહાકાર મચી ગયો છે. ચૂંટણી પરિણામોને લઇ વ્યક્ત કરવામાં આવી રહેલી સંભાવના અને અમેરિકા-ચીન વચ્ચે તણાવની સ્થિતિમાં શેરબજાર છેલ્લા નવ દિવસથી સતત રેડ ઝોનમાં બંધ થઈ રહ્યું છે. આશરે 8 વર્ષ બાદ પ્રથમ વખત માર્કેટ સતત નવમા દિવસે નેગેટિવ બંધ રહ્યું છે.
9 દિવસમાં સેન્સેક્સમાં 1941 પોઇન્ટનો ઘટાડોઃ આંકડાની વાત કરવામાં આવે તો 30 એપ્રિલ બાદ શેરબજાર સતત 9મા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. 30 એપ્રિલે સેન્સેક્સ 39031ના સ્તર પર બંધ થયો હતો. જે 13 મેના રોજ 37090ના સ્તર પર બંધ થયો હતો. એટલે કે 9 દિવસમાં 1941 પોઇન્ટનો ઘટાડો થયો છે. આ દરમિયાન નિફ્ટી પણ 11748થી તૂટીને 11148ના સ્તર પર આવી ગઇ છે. નિફ્ટી છેલ્લા 2 મહિનાની નીચલી સપાટીએ છે. આ દરમિયાન માર્કેટ કેપ 8.56 લાખ કરોડ રૂપિ.યા ઘટીને 144,52,518.01 કરોડ રૂપિયા રહી ગઇ છે.
ચૂંટણીમાં રાજકીય અસ્થિરતાની આશંકાઃ શેરબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ રાજકીય અસ્થિરતા છે. લોકસભાનું પરિણામ 23 મેના રોજ જાહેર થવાનું છે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ લાગતું નથી. રાજકીય પંડિતા કહેવા મુજબ સ્પષ્ટ બહુમતથી સરકાર નહીં બને, આ સ્થિતિમાં રોકાણકારોમાં ડરનો માહોલ છે. મે મહિનાના પ્રથમ 7 દિવસમાં વિદેશી રોકાણકારોએ માર્કેટમાં 3207 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. માર્કેટ નિષ્ણાતોના કહેવા મુજબ આ ઘટાડો આગળ પણ ચાલુ રહી શકે છે.
અમેરિકા-ચીન ટ્રેડ વોરઃ છેલ્લા થોડા દિવસોથી વિશ્વના બે શક્તિશાળી દેશ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થયું છે. જેની અસર એશિયન માર્કેટ પર જોવા મળી રહી છે. જાપાનના નિક્કેઇથી લઇ ભારતીય શેરમાર્કેટ આના કારણે પ્રભાવિત થયું છે. જેના કારણે છેલ્લા 9 કારોબારી દિવસથી સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં બંધ થયા છે.
કંપની પરિણામ અને રૂપિયામાં ઘટાડોઃ શેરબજારમાં ઘટાડાનું કારણ કંપનીઓના પરિણામો પણ છે. ટેલિકોમ અને બેંકિંગ સેક્ટરના પરિણામો સારા નથી. ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને ટ્રેડ વોર વધારે ઘેરું બને તેવી આશંકાના કારણે રૂપિયામાં ઘટાડો જોવી મળી રહ્યો છે. રૂપિયો આશરે 2 મહિનાના તળિયે પહોંચી ગયો છે.
હીરોએ પ્લેઝરનું નવું મોડલ કર્યું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
IPL: આ મામલે ધોનીની આસપાસ પણ નથી કોઈ બેટ્સમેન, જાણો વિગત
સુરત-થાઇલેન્ડ વચ્ચે એર કનેક્ટિવિટી સાથે વ્યાપારની આશા વધશે,જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion