શોધખોળ કરો
તહેવારની સીઝનમાં ઇન્ડિગોએ પણ રજૂ કરી ખાસ ઓફર, માત્ર 888 રૂપિયામાં મળે છે ટિકિટ

નવી દિલ્હીઃ ઇન્ડિગો એરલાઈન્સે તહેવારની સીઝનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ઓફર રજૂ કરી છે. કંપનીએ પસંદગીના કેટલાક રૂટ્સ પર એક તરફની ટિકિટ 888 રૂપિયામાં આવસે અને તેમાં તમામ ટેક્સ પણ સામેલ હશે. ઇન્ડિગોની આ ઓફર અંતર્ગત ટિકિટ બુકિંગ 8 ઓક્ટોબર સુધી કરાવી શકાશે અને આવતા વર્ષે 13 એપ્રિલ સુધીની ટિકિટ પર આ ઓફરનો લાભ લઈ શકાશે. એરલાઈન્સ અનુસાર,આ ઓફર મર્યાદિત સીટ માટે જ છે અને આ ઓફર અંતર્ગત ખરીદવામાં આવેલ ટિકિટ પર કોઈ રિફંડ નહીં મળશે. જોકે કંપીએ આ ઓફરની અંદર કેટલી સીટ રાખવામાં આવી છે તેનો ખુલાસો કર્યો નથી. ઇન્ડિગોની સાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર જાન્યુઆરી માટે દિલ્હી-જયપુર રૂટની ટિકિટ 888 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે દિલ્હી-મુંબઈ રૂટ પર ઈકોનોમી ક્લાસની ટિકિટ આ મહિનાના અંત સુધી 2152 રૂપિયામાં મળી રહી છે, જ્યારે હાલમાં આ ટિકિટની કિંમત 5642 રૂપિયાછે. ઉલ્લેખનીયછે કે, આ તહેવારની સીઝનમાં વિસ્તારા, સ્પાઈસજેટ, એર એશિયા ઇન્ડિયા અને જેટ એરવેઝ જેવી એરલાઈન્સે પણ સસ્તી ટિકિટની ઓફર રજૂ કરી છે. તે અંતર્ગત આવનારા વર્ષ એપ્રિલ સુધી ટિકિટ પર છૂટ આપવામાં આવી રહી છે.
વધુ વાંચો





















