Indigo Sale : Indigoની શાનદાર ઓફર, માત્ર 5000 રૂપિયામાં કરો વિદેશ યાત્રા
ઈન્ડિગોની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર, 2022 સુધી વિન્ટર સેલ શરૂ કર્યો છે.
Indigo Winter Sale: શિયાળાની ઋતુની શરૂ થતાની સાથે જ શાળાઓમાં શિયાળો, ક્રિસમસ અને નવું વર્ષ રજાઓ પણ શરૂ થઈ જાય છે. લોકો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે વિન્ટર વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ નવા વર્ષમાં ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઇન કંપની Indigo આ સિઝનમાં તમારા માટે શાનદાર ઑફર્સ લઈને આવી છે.
ઈન્ડિગોની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વિમાન કંપનીએ 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર, 2022 સુધી વિન્ટર સેલ શરૂ કર્યો છે. આ સેલ દ્વારા મુસાફરોને સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય ટિકિટ બુકિંગ (ઇન્ટરનેશનલ ફ્લાઇટ બુકિંગ ઑફર્સ) પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હવે જો તમે પણ આ સેલનો લાભ લેવા માંગતા હોવ તો આજે જ બુકિંગ કરાવી શકો છો.
કઈ તારીખે તમે મુસાફરી કરી શકો?
આ બાબતે માહિતી આપતાં કંપનીએ જણાવ્યું હતું કે, લોકો 15 જાન્યુઆરીથી 14 એપ્રિલ 2023 એમ આ ત્રણ દિવસો વચ્ચેની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટની મુસાફરી પર ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. તમારે આ તારીખો પર 23 થી 25 ડિસેમ્બરની વચ્ચે જ બુકિંગ કરવાનું રહેશે. ધ્યાનમાં રાખો કે આ ઑફર માત્ર 15 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધીની મુસાફરી માટે જ માન્ય છે.
ગ્રાહકોને જબરદસ્ત ફાયદો
નોંધપાત્ર રીતે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મુસાફરોને આ IndiGo એરલાઈન વિન્ટટ સેલનો લાભ મળશે. આ ઑફરનો લાભ લઈને લોકો માત્ર 4,999 રૂપિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી શકે છે. જ્યારે ઘરેલુ મુસાફરી માત્ર 2023 રૂપિયાથી શરૂ થશે. આ સાથે HSBC એ ઈન્ડિગો સાથે ભાગીદારી કરી છે. આ સાથે જ HSBC ક્રેડિટ કાર્ડથી બુકિંગ કરીને તમે આ ઓફરનો લાભ લઈ શકો છો તેમજ વધારાના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. જાહેર છે કે, ક્રિસમસ અને નવા વર્ષના અવસર પર ઉડ્ડયન ઉદ્યોગમાં તેજી જોવા મળી શકે છે. લગભગ તમામ રૂટ પર ફ્લાઈટ હાઉસ ફૂલની સ્થિતિ જોવા મળતી હોય છે. સાથે જ ભાડા પણ લગભગ ડબલ જેટલા થઈ જતા હોય છે.