(Source: ECI/ABP News/ABP Majha)
IIP Data: 18 મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન દરમાં સૌથી મોટો ઘટાડો, સપ્ટેમ્બરમાં - 0.8% રહ્યો IIP
દેશની ઔદ્યોગિક વિકાસની ઝડપમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગષ્ટ મહિનામાં તો ઔદ્યોગિક ઉત્પાદનનો સુચકઆંક (IIP) 18 મહિનાના સૌથી નિચેના સ્તર માઈનસમાં પહોંચી ગયો છે.
IIP Data: દેશની ઔદ્યોગિક વિકાસની ઝડપમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગષ્ટ મહિનામાં તો ઔદ્યોગિક ઉત્પાદનનો સુચકઆંક (IIP) 18 મહિનાના સૌથી નિચેના સ્તર માઈનસમાં પહોંચી ગયો છે. ઓગષ્ટ મહિનામાં આઈઆઈપી (Index of Industrial Production) વિકાસ દર માઈનસ 0.8 રહ્યો છે. જ્યારે જુલાઈ 2022માં આ સૂચકઆંક 2.2 ટકા હતો. જ્યારે એક વર્ષ પહેલાં આજ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન દર 13 ટકા વધ્યું હતું. આંકડા મંત્રાલય (Ministry of Statistics and Programme Implementation) દ્વારા આ ઔદ્યોગિક ઉત્પાદન દર જાહેર કરવામાં આવ્યો છે.
આ વર્ષે મે મહિનામાં આઈઆઈપીનો આંક 19.6 ટકા પર પહોંચી ગયો હતો. જો કે, ત્યાર બાદ ઉત્પાદનમાં સતત ઘટાડો થતો રહ્યો છે. અને હવે તો ગત મહિને તો ઉત્પાદનનો આંક નેગેટિવમાં રહ્યો છે. જો કે, એવું માનવામાં આવી રહ્યુ છે કે, બેઝ ઈફેક્ટના કારણે ઉત્પાદનમાં આ ઘટાડો થયો છે.
આઈઆઈપી દ્વારા દેશના ઔદ્યોગિક વિકાસની ગતિને માપવામાં આવે છે જેનાથી ખબર પડે છે કે, દેશના ઔદ્યોગિક વિકાસની ઝડપ કઈ ગતિથી આગળ વધી રહી છે. આંકડા મંત્રાલય અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ખાણ-ખનીજ ઉત્પાદન -3.9 ટકા રહ્યું છે. જ્યારે પાવર જનરેશન 1.4 ટકા દરથી વધ્યું હતું. આંકડા મુજબ ઓગષ્ટ 2022માં ઉત્પાદન સેક્ટરમાં ( Manufacturing Sector) ઉત્પાદન 0.7 ટકા રહ્યું છે. એ સિવાય ખનન ઉત્પાદનમાં 3.9 ટકાનો ઘટાડો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2020માં કોવિડ-19 મહામારીના કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઉપર ઘણો નકારાત્મક પ્રભાવ પડ્યો છે અને તેથી જ IIPમાં 57.3 ટકાનો ઘટાડો આવ્યો હતો.
એક બાજુ ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ દરમાં ઘટાડો દેખાઈ રહ્યો છે તો બીજી તરફ છુટ્ટક મોંઘવારી દરમાં (Retail Inflation Rate) પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં છુટ્ટક મોંઘવારી દર 7.41 ટકા પર પહોંચી ગયો હતો.
આ પણ વાંચો.....