Gaurav Yatra : ઉત્તર ગુજરાતથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ, રૂપાલા-જે.પી. નડ્ડાએ કરાવ્યો પ્રારંભ
વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌરવ યાત્રા થકી ભાજપે ગુજરાતમાં વિધિવત રીતે પ્રચારની શરૂઆત કરી દીધી છે.
Gaurav Yatra : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌરવ યાત્રા થકી ભાજપે ગુજરાતમાં વિધિવત રીતે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બહુચરાજી મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલ, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નીતિન પટેલ અને રજની પટેલ પણ હાજર છે.
બહુચરાજી મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, તમામ 182 બેઠકો પર ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. મતદાતાઓ સાથે નેતાઓના સંપર્કનું આયોજન કરાયું છે. બહુચરાજી અને દ્વારકા એમ બે જગ્યાએથી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
યાત્રાઓનો પ્રારંભ અને સમાપન ધાર્મિક સ્થળોએ રાખવાની રણનીતિ છે. બહુચરાજીથી નીકળનાર ગૌરવ યાત્રાના રથમાં નીતિન પટેલ સવાર થશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રજની પટેલ પણ હાજર છે. આ સિવાય નંદાજી ઠાકોર, ઋષિકેશ પટેલ પણ યાત્રામાં જોડાયા છે. દાનવે રાવસાહેબ દાદારાવ પણ રથયાત્રામાં જોડાવાના છે.
GAURAV YATRA: બીજેપીની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાં હાર્દિક પટેલની જાણો કેમ કરવામાં આવી બાદબાકી
ગાંધીનગર: ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના અગ્રણી નેતાઓ એક બાદ એક સભા અને બેઠકો કરી રહ્યા છે. આ દરનમિયાન સમાચાર સામે આવ્યા છે કે, ભાજપની ગૌરવ યાત્રા શરુ થતા પહેલા ફેરફાર કરવામાં આવ્યો છે. ઉતર ગુજરાતની ગૌરવ યાત્રામાં હાર્દિક પટેલની જગ્યાએ ઋષિકેશ પટેલ ,રજની પટેલ,નંદાજી ઠાકોર, નીતિન પેટલ નેતૃત્વ સોપવામાં આવ્યું છે. કેન્દ્રીય નેતૃત્વમાં દાનવે રાવસાહેબની સાથે પરષોત્તમ રૂપાલા પણ નેતૃત્વ કરશે. 12 ઓક્ટોબરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે હાર્દિક પટેલ જોડાવાનો હતો. નોંધનિય છે કે, મહેસાણામાં હાર્દિક પટેલ વિરુધ્ધ કેસ ચાલી રહ્યો છે. તે અંદર જામીન અરજીનો ભંગ ન થાય તે માટે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.