શોધખોળ કરો

Insider Trading Rules: એક નવેમ્બરથી લાગુ થશે ઇનસાઇડર ટ્રેન્ડિંગના નવા નિયમો, બદલાઇ જશે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી

Insider Trading Rules: મ્યુચ્યુઅલ ફંડમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે નવા ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો 1 નવેમ્બરથી અમલમાં આવવા જઇ રહ્યા છે.

Insider Trading Rules: SEBI: માર્કેટ રેગ્યુલેટર સેબીએ (SEBI) મ્યુચ્યુઅલ ફંડ(Mutual Funds) ઇન્ડસ્ટ્રી માટે મોટા ફેરફારો કરવાની તારીખ નક્કી કરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે નવા ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો 1 નવેમ્બરથી અમલમાં આવવા જઇ રહ્યા છે. નવા નિયમોની મદદથી એસેટ મેનેજમેન્ટ કંપનીઓની કામગીરીમાં પણ સુધારો થશે. નવા નિયમો હેઠળ સંવેદનશીલ માહિતી ધરાવતા કર્મચારીઓ પર વિશેષ ધ્યાન રાખવું પડશે. ઉપરાંત આવા કર્મચારીઓએ પણ કરાર પર હસ્તાક્ષર કરવાના રહેશે.

ગોપનીયતા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે

બજારના નિષ્ણાતોના મતે, નવા નિયમો હેઠળ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ સંવેદનશીલ જાણકારી રાખનારા કર્મચારીઓ અંગે પારદર્શિતા જાળવવી પડશે. આવા કર્મચારીઓને નામિત વ્યક્તિ ગણવામાં આવશે. તેમને નામિત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવશે. નવા નિયમો હેઠળ તે કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓની યાદી રાખવી પડશે જેમની પાસે સંવેદનશીલ માહિતીની ઍક્સેસ છે. તે બધાએ ગોપનીયતા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. તેની મદદથી સેબીને ઇનસાઇડર ટ્રેડિંગ રોકવામાં મદદ મળશે.

ઉદ્યોગોના વિરોધને કારણે નિયમોનો અમલ કરવામાં વિલંબ થયો હતો.

26 જુલાઈના રોજ નોટિફિકેશન બહાર પાડતી વખતે સેબીએ કહ્યું હતું કે નવા ઈનસાઇડર ટ્રેડિંગ નિયમો 1 નવેમ્બર, 2024થી અમલમાં આવશે. નવા નિયમો હેઠળ એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ સમયાંતરે તેમના આંતરિક નિયંત્રણોની સમીક્ષા કરવી પડશે. જૂલાઇ 2022માં સેબીએ ઇનસાઇડર ટ્રેડિંગ સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં ખરીદી અને વેચાણ અંગે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. પરંતુ બજારના જાણકારોના મતે ઉદ્યોગોના વિરોધને કારણે નવા નિયમો લાગુ કરવામાં વિલંબ થયો છે.

AMC, ટ્રસ્ટીઓ અને તેમના સંબંધીઓએ તેમની હોલ્ડિંગ જાહેર કરવી પડશે.

સેબીના નોટિફિકેશન મુજબ, નવા ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો હેઠળ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન રાખનારાઓને હવે મ્યુચ્યુઅલ ફંડ યુનિટની ટ્રેડિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ જાણકારી સ્કીમની નેટ એસેટ વેલ્યૂ પર અસર કરનારી સાથે જ યુનિટ હોલ્ડર્સના  હિતને પણ પ્રભાવિત કરી શકે છે. ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો લોકોને અનૈતિક લાભ મેળવવાની મંજૂરી આપશે નહીં. નવા નિયમ હેઠળ AMCને સ્ટોક એક્સચેન્જ પર એએમસી, ટ્રસ્ટી અને તેમના સંબંધીઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પોતાના હોલ્ડિંગની વિગતો જાહેર કરવી પડશે. આ ઉપરાંત નામિત વ્યક્તિએ કરેલા ટ્રાન્જેક્શનની માહિતી પણ બે દિવસમાં આપવાની રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

ABP Premium

વિડિઓઝ

Sagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂAmbalal Patel:આ દિવસોમાં તૂટી પડશે વરસાદ, જુઓ શિયાળામાં ક્યાં ક્યાં કરાઈ વરસાદની આગાહી?Sagar Patel Vs Kajal Mehariya: ‘કાજલે મને કાનમાં ગાળો બોલી...માતાજીને ગાળો દીધી’ કાજલ મહેરિયા પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!

Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

Embed widget