શોધખોળ કરો
Advertisement
International Women's Day: નીતા અંબાણીએ લોન્ચ કર્યું ડિજિટલ પ્લેટફોર્મ 'હર સર્કલ', જાણો મહિલાઓને કઈ રીતે કરશે મદદ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ 'હર સર્કલ'ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હર સર્કલ એક એમ્પાવરિંગ અને કૉમ્પ્રિહેન્સિવ કન્ટેન્ટ, સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ 'હર સર્કલ'ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હર સર્કલ એક એમ્પાવરિંગ અને કૉમ્પ્રિહેન્સિવ કન્ટેન્ટ, સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પ્રથમ ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોમ છે, જેમાં મહિલાઓને ઝડપથી સશક્ત બનાવવા તેમજ મહિલાઓને વાતચીત, સહયોગ માટે સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે.
હર સર્કલ એક ડેસ્કટોપ અને મોબાઈલ રિસ્પોન્સિવ વેબસાઈટ છે. આ ફ્રી એપ તેરીકે ગૂગલ પ્લે સ્ટોર અને માય જિયો એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. નહર સર્કલમાં પાર્ટિનસિપેશન તેના રજીસ્ટર્ડ યૂઝર્સ માટે ફ્રી છે. હાલ તે અંગ્રેજીમાં છે, ખૂબ જન ઓછા સમયમાં તેને દરેક ભાષામાં લોન્ચ કરવામાં આવશે.
કઈ રીતે કરશે કામ
હર સર્કલ મહિલાઓ સાથે જોડાયેલા કન્ટેન્ટને ઉપલબ્ધ કરાવવા માટે એક વન સ્ટોપ ડેસ્ટિનેશન હશે. તેના પર વીડિયો, લિવિંગ, વેલનેસ, ફાઈનાન્સ, વર્ક, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કમ્યુનિટી સર્વિસ, બ્યૂટી, ફેશન, એન્ટરટેનમેન્ટ સાથે જોડાયેલા આર્ટિકલ રહેશે. મહિલાઓને રિલાયન્સના હેલ્થ, વેલનેસ, શિક્ષણ, ફાઈનાન્સ, મેંટોરશિનપ, એન્ટરપ્રેન્યોરશિપ જેવા એક્સપર્ટ પાસેથી જવાબ મળશે. મહિલાઓને નવી વ્યાવસાયિક કુશળતા શીખવામાં માટે નોકરીને સંબંધિત વિભાગ પણ પ્લેટફોર્મ પર હશે જેથી મહિલાઓને નવા પ્રોફેશનલ શીખવામાં મદદ મળે અને તેમની પ્રોફાઇલ મુજબ રોજગારની તકો મળી શકશે. તે કૉમ્પ્લિમેન્ટનરી ડિજિટલ કોર્સ કરી શકે છે અથવા માસ્ટરક્લાસેઝના માધ્મથી શીખી ગ્રો કરી શકે છે મહિલાઓ હર સર્કલ પર પોતાની લાઈફ સ્ટોરી પણ શેર કરી શકે છે, જે અન્યને પ્રેરણા અને આશા આપી શકે છે.
પ્લેટફોર્મનું સોશિયલ નેટવર્કિંગન પાર્ટ માત્ર મહિલાઓ માટે હશે, જ્યારે વીડિયો અને આર્ટિકલ્સન કન્ટેન્ટન તમામ માટે હશે. હર સર્કલ પર મેડિકલ અને ફાઈનાન્સન એક્સપર્ટ સાથે ચેટમાં પ્રશ્નો પુછવાની સુવિધા પણ હશે. હર સર્કલ પર એપ ઓન્લી ટ્રેકર્સ પણ રહેશે. જેમ કે ફિટનેસ ટ્રેકર, ફાઈનાન્સ ટ્રેકર, પીરિયડ ટ્રેકર, પ્રેગનેન્સ ટ્રેકર અને ગાઈડ.
હર સર્કલની શરૂઆત હાલ ભારતની મહિલાઓ માટે થઈ છે પરંતુ એ સમગ્ર દુનિયાની મહિલાઓની ભાગીદારી માટે ખુલ્લું છે. આ ડિજિટલ પ્લેટફોર્મના લોન્ચિંગ પર નીતા અંબાણીએ કહ્યું કે જ્યારે એક મહિલા બીજી મહિલાને સહારો આપે છે અવિશ્વસનીય બને છે. હું મારી જિંદગીમાં મજબૂત મહિલાઓ સાથે ઘેરાયેલી રહી, તેમનાથી મે દયા, રિજીલિએન્સ અને સકારાત્મકતા શીખી. બદલામાં મે પણ મારી તમામ શીખ અન્યોને આપી. 11 છોકરીઓવાળા પરીવારમાં મોટી થયેલી એક દિકરી તરીકે મને પોતાનામાં વિશ્વાસ કરવાનું શીખવવામાં આવ્યું. પોતાની દિકરી ઈશા સાથે મે શરત વગર પ્રેમ કરવાનું અને સપનાઓને પૂરા કરવા માટે વિશ્વાસ રાખવાનું શીખ્યું. મારી વહુ શ્લોકા પાસેથી મે દયા અને સંયમ રાખવાનું શીખ્યું છે.
નીતા અંબાણીએ આગળ કહ્યું કે મને ખુશી છે કે અમે હર સર્કલ ડૉટ ઈનના માધ્યમથી લાખો મહિલાઓ માટે એક એવું સર્કલ ક્રિએટ કરી શકીએ છીએ. આ પ્લેટફોર્મ તમામ મહિલાઓને આમંત્રિત કરી છે. હર સર્કલ દરેક સંસ્કૃતિ, સમાજ અને દેશની મહિલાઓના આઈડિયા અને પહેલનું સ્વાગત કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion