શોધખોળ કરો
Advertisement
IRCTCનો IPO ખરીદ્યો હશે તે શેર ધારકો થયા માલામાલ? જાણો કેટલા ભાવે થયું લિસ્ટિંગ
જે નાના શેર ધારકો અથવા વધારે લોટ ભરનારને IRCTCનો શેર લાગ્યા હશે તે શેર ધારકો આજે માલામાલ થઈ ગયા હતાં. આ આઈપીઓ ભાવ કરતાં ડબલના ભાવે ખુલ્યો છે.
મુંબઈ: ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમનો IPO 112 ટકા ઓવર સબસ્ક્રાઈબ થયા બાદ તેની લિસ્ટિંગ પ્રાઈઝમાં ખુબ જ વધારો થયો છે. આ શેર પોતાની પ્રાઈઝથી 109 ટકા વધારે રેટ પર લિસ્ટિંગ થયો છે. પહેલા જ દિવસે IRCTCના શેર બમણાં ભાવ પર સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયો હતો. કંપનીના શેર હવે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ ચૂક્યો છે. BSEના સેન્સેક્સમાં IRCTCનો શેર 707ના સ્તરે પહોંચ્યો છે. તો નિફ્ટીમાં તે 708.70ના સ્તર પર પહોંચ્યો છે.
પ્રી ઓપન દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં IRCTCનો શેર 644ના સ્તરે હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં તે 626ના સ્તર પર હતો. મહત્વની વાત છે એ છે કે, જે નાના શેર ધારકો અથવા વધારે લોટ ભરનારને IRCTCનો શેર લાગ્યા હશે તે શેર ધારકો આજે માલામાલ થઈ ગયા હતાં.

સ્ટોક એક્સચેન્જ પાસેથી મળેલાં આંકડાઓ પ્રમાણે, 645 કરોડ ભેગાં કરવા માટે લાવવામાં આવેલ આ IPO માટે બે કરોડ શેર માટે બોલીઓ બોલાઈ હતી. આ નિર્ગમમાં પાત્ર કર્મચારીઓ માટે 1,60,000 શેર આરક્ષિત કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement