Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
BJP MP Allegation On Rahul Gandhi: બીજેપીના નાગાલેન્ડના સાંસદે ઉપાધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખીને રાહુલ ગાંધી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે.
Allegations On Rahul Gandhi: સંસદમાં મારામારીમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા છે. આ કાંડ અહીં અટક્યો નથી. તાજેતરની ઘટનામાં ભાજપના નાગાલેન્ડના સાંસદ એસ ફાંગનોન કોન્યાકે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને ફરિયાદ કરી છે કે રાહુલ ગાંધીએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે.
An FIR should be lodged against Rahul Gandhi under the SC/ST Prevention of Atrocities Act for his alleged assault on BJP MP S Phangnon Konyak, a woman and a member of the Tribal community. Furthermore, a separate case must be initiated for his actions that amount to outraging the… pic.twitter.com/N4VwzJTBOx
— BJP Assam Pradesh (@BJP4Assam) December 19, 2024
તેણે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી મારી નજીક આવ્યા અને મને ધક્કો માર્યો. કોન્યાકે વધુમાં આક્ષેપ કર્યો હતો કે રાહુલે તેની નજીક આવીને અને "સુરક્ષા" માટે પૂછીને તેને અસ્વસ્થ કરી દીધી.
અધ્યક્ષને લખેલા પત્રમાં શું કહ્યું?
તેણીએ અધ્યક્ષ ધનખડને લખેલા પત્રમાં લખ્યું હતું કે, હું, એસ. ફાગનોન કોન્યાક, સંસદ સભ્ય (રાજ્યસભા), માનનીય ડો. બાબા સાહેબ આંબેડકર સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલા ધરમા સામે શાંતિપૂર્ણ વિરોધમાં ભાગ લઈ રહી હતી. હું હાથમાં પ્લેકાર્ડ પકડીને મકર દ્વારની નીચે ઉભી હતી. સુરક્ષાદળોએ અન્ય પક્ષોના માનનીય સાંસદોના પ્રવેશ માટે માર્ગ બનાવ્યો હતો. અચાનક વિપક્ષી નેતા રાહુલ ગાંધી અન્ય પાર્ટીના નેતાઓ મારી સામે આવી ગયા, જ્યારે તેમના માટે એક રસ્તો બનાવવામાં આવ્યો હતો, તેમણે મારી સાથે મોટા અવાજે દુર્વ્યવહાર કર્યો અને તેમની શારીરિક નિકટતાને કારણે એક મહિલા સભ્ય તરીકે હું ખુબ જ અસ્વસ્થ બની, હું ભારે મન સાથે અને પોતાના લોકશાહી અધિકારોની નિંદા કરીને એક બાજુ હટી ગઈ, પરંતુ મને લાગ્યું કે કોઈ પણ સંસદ સભ્ય સાથે આવું વર્તન ન કરવું જોઈએ.
તેણીએ વધુમાં કહ્યું, હું નાગાલેન્ડના એસટી સમુદાયની છું અને હું એક મહિલા સભ્ય છું. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મારા ગૌરવ અને સ્વાભિમાનને ખૂબ જ ઠેસ પહોંચાડી છે. તેથી માનનીય સ્પીકર સાહેબ, હું તમારી સુરક્ષા માંગું છું.
જગદીપ ધનખડે શું કહ્યું?
આ બાબતે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા સાંસદ રડતી મારી પાસે આવી. મારી પાસે માહિતી છે. તેમણે મને લેખિત ફરિયાદ કરી છે. સાંસદ મને મળ્યા છે. હું આની ચર્ચા કરી રહ્યો છું. તેણી આઘાતમાં હતી. હું આ બાબત પર ધ્યાન આપી રહ્યો છું.
આ પણ વાંચો...