શોધખોળ કરો

વધુ એક સરકારી કંપનીમાં મોદી સરકાર વેચશે હિસ્સો, IPO માટે SEBI પાસે દસ્તાવેજો સબમિટ કર્યા

ટૂંક સમયમાં બીજી સરકારી કંપની તેનો IPO લાવવા જઈ રહી છે. IREDA એ તેના ડ્રાફ્ટ પેપર્સ માર્કેટ રેગ્યુલેટર સેબીને સબમિટ કર્યા છે.

IREDA IPO: લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પછી, અન્ય સરકારી કંપની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) ટૂંક સમયમાં તેનો IPO (IREDA IPO) લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેના પેપર્સ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે સબમિટ કર્યા છે. કંપનીએ આ માટે ડ્રાફ્ટ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DHRP) ફાઇલ કર્યું છે.

કેટલા શેર વેચાશે?

નોંધનીય છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) ગયા વર્ષે મેમાં તેનો IPO લાવી હતી. આ પછી, IREDA બીજી જાહેર કંપની છે જેનો IPO આવવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના કુલ 67.19 કરોડ ઇક્વિટી શેરમાંથી 40.31 કરોડ નવા શેર આ IPOમાં જારી કરવામાં આવશે. ભારત સરકાર ઓફર ફોર સેલ દ્વારા કુલ 26.88 કરોડ શેર વેચવા જઈ રહી છે.

કંપની શા માટે લાવી રહી છે IPO?

નોંધનીય છે કે આ IPO મારફત તાજા શેરથી થતી કમાણી સીધી કંપનીને જશે. આવી સ્થિતિમાં, કંપની આ પૈસાથી તેની ભાવિ મૂડીની જરૂરિયાતો પૂરી કરશે. આનો ઉપયોગ કંપનીના મૂડી આધારને વધારવા માટે કરવામાં આવશે. નોંધનીય છે કે IREDA એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની છે, જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે નાણાકીય મદદ પૂરી પાડે છે. આ કંપનીના ઈશ્યુ માટેના મર્ચન્ટ બેન્કર્સ BOB કેપિટલ માર્કેટ્સ, SBI કેપિટલ માર્કેટ્સ અને IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ છે.

કંપનીની નાણાકીય સ્થિતિ શું છે?

કંપનીની ટર્મ લોન CAGR નાણાકીય વર્ષ 2021-23માં વધીને રૂ. 47,075.50 કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 24 ના જૂન ક્વાર્ટર સુધીમાં વધીને રૂ. 47,206.66 કરોડ થઈ છે. 23 માર્ચ સુધી કંપનીના કુલ નફાની વાત કરીએ તો નાણાકીય વર્ષ 21-23 વચ્ચે CAGR વધીને 864.63 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં તે રૂ. 294.6 કરોડ હતો. તે જ સમયે, નાણાકીય વર્ષ 2023 માં વ્યાજની આવક વધીને 1,323.8 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જેમાં 17.4 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે નાણાકીય વર્ષ 24 ના પહેલા ક્વાર્ટરમાં આ આવક 383 કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચોઃ

આ આઈપીઓમાં રોકાણકારોને થયો બમ્પર નફો, 179 ટકાના ઉછાળા સાથે થયો લિસ્ટ

વધુ એક આઈપીઓમાં રોકાણકારો કમાયા, રત્નવીર પ્રિસિઝન IPO 31% પ્રીમિયમ પર થયો લિસ્ટ         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Embed widget