(Source: ECI/ABP News/ABP Majha)
ઓનલાઇન ITR ફાઇલ કરવાની છે સરળ પ્રોસેસ, અહી જાણો સ્ટેપ બાય સ્ટેપ
ઘણા કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. જ્યારે પગારદાર કરદાતાઓ ફોર્મ-16ની રાહ જોઈ રહ્યા છે. ફોર્મ-16 જાહેર કર્યા પછી જ રિટર્ન ફાઈલ કરવું જોઈએ.
નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે. કરદાતાએ 31 જુલાઈ, 2024 સુધીમાં ITR ફાઇલ કરવાનું રહેશે. મતલબ કે રિટર્ન ફાઈલ કરવા માટે હજુ 2 મહિનાનો સમય છે.
ઘણા કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. જ્યારે પગારદાર કરદાતાઓ ફોર્મ-16ની રાહ જોઈ રહ્યા છે. ફોર્મ-16 જાહેર કર્યા પછી જ રિટર્ન ફાઈલ કરવું જોઈએ જેથી ITRમાં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે થોડીવારમાં ITR ઓનલાઇન ફાઇલ કરી શકો છો.
ITR ઓનલાઈન કેવી રીતે ફાઈલ કરવી?
સ્ટેપ- 1: તમારે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ (https://www.incometax.gov.in/iec/foportal/) પર જવું પડશે.
સ્ટેપ 2: હવે PAN નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.
સ્ટેપ- 3: આ પછી અસેસમેન્ટ યર પસંદ કરો. જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે રિટર્ન ફાઇલ કરી રહ્યાં છો, તો તમારે મૂલ્યાંકન વર્ષ (AY) 2024-25 પસંદ કરવાનું રહેશે.
સ્ટેપ-4: હવે તમારે વ્યક્તિગત, HUFમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરવો પડશે અને ITR ટાઇપ પસંદ કરવો પડશે. ITR નંબર 1 થી 4 વ્યક્તિગત અને HUF માટે છે.
સ્ટેપ- 5: ITR ફોર્મ પસંદ કર્યા પછી તમારે બેઝિક ડિડક્શન, ટેક્સેબલ ઇનકમ અને અન્ય માહિતી ભરવાની રહેશે અને નીચે આપેલા ચેકબોક્સ પર ક્લિક કરવું પડશે.
સ્ટેપ 6: આ પછી તમારે બધી માહિતી તપાસવી પડશે અને જો બધી માહિતી સાચી છે તો રિટર્ન ફાઇલને કન્ફર્મ કરવા પડશે.
આ દસ્તાવેજો જરૂરી છે
પાન કાર્ડ
આધાર કાર્ડ
બેન્ક સ્ટેટમેન્ટ
ફોર્મ 16
ડોનેશન સ્લિપ
ઇન્વેસ્ટમેન્ટ, ઇન્શ્યોરન્સ પોલિસી અથવા હોમ લોન પેમેન્ટનું સર્ટિફિકેટ અને રિસિપ્ટ (Insurance or Loan certificate and Receipt)
ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ (Interest Certificate)