ટેક્સ ભરનારા લોકો માટે મહત્વના સમાચાર, જો આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
જો તમે પણ ઈન્કમ ટેક્સ ભરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે
જો તમે પણ ઈન્કમ ટેક્સ ભરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ટેક્સ સ્લેબ હેઠળ આવતા તમામ કરદાતાઓ માટે ITR ભરવું જરૂરી છે. જે પગારદાર લોકોનો 10 ટકા TDS કપાય છે તે પણ ITR ફાઇલ કરીને તેનો દાવો કરી શકે છે. પરંતુ, તમારું ITR ફાઇલ કરવા છતાં જો તમે એક કામ નહી કરો તો તમારા પૈસા અટકી શકે છે.
ઘણી વખત લોકો ITR ફાઈલ કરે છે પરંતુ ઈ-વેરિફિકેશન કરવાનું ભૂલી જાય છે. આમ કરવું તેમના માટે મોંઘુ સાબિત થઈ શકે છે. ઇન્કમ ટેક્સ રિટર્નને કરદાતાઓ માત્ર થોડા સ્ટેપને ફોલો કરીને ફાઇલ કરી શકે છે.
ઇ-વેરિફિકેશન જરૂરી છે
જો તમે સમયસર રિફંડ ઇચ્છતા હોવ તો ઇ-ફાઇલિંગ પછી ઇ-વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. જો તમે ઈ-ફાઈલિંગ પછી ઈ-વેરિફિકેશન નહીં કરો તો તમને સમયસર રિફંડ નહીં મળે. તેથી કાળજીપૂર્વક ઇ-વેરિફિકેશન કરો.
આટલા દિવસોમાં કરો
આઇટીઆર ફાઇલ કરવાની સાથે ઇ-વેરિફિકેશનનું કામ પૂર્ણ કરવું જોઇએ. જો તમે ITR ફાઈલ કર્યા પછી ઈ-વેરિફિકેશન કાર્ય પૂર્ણ કરી શકતા નથી તો તમારે તેને 120 દિવસની અંદર પૂર્ણ કરવું જોઈએ. ઈ-વેરિફિકેશનની પ્રક્રિયા આધાર, ડીમેટ એકાઉન્ટ, એટીએમ, નેટ બેન્કિંગ અથવા ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ દ્વારા પૂર્ણ કરી શકાય છે.
આ રીતે ઈ-વેરિફિકેશન કરો
-સૌ પ્રથમ ઈ-ફાઈલિંગ પોર્ટલ https://www.incometax.gov.in/iec/foportal/ પર ક્લિક કરો.
-આ પછી યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને પોર્ટલ પર લોગિન કરો.
-ઈ-ફાઈલ મેનુ પર ક્લિક કરો અને પછી ઈ-વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કરો.
- બાદમાં તમારો PAN નંબર, અસેસમેન્ટ યર પસંદ કરો. તે પછી ફાઇલ ITRનો રસીદ નંબર અને તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
-તે પછી તમે જે ઈ-વેરિફિકેશન મોડ પસંદ કરવા માંગો છો તે વિકલ્પ પસંદ કરો.
-ડીમેટ એકાઉન્ટ, આધાર અથવા એટીએમ નેટ બેન્કિંગ અથવા ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ ઈ-વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.