શોધખોળ કરો

છૂટાછેડા પછી વિશ્વની ચોથી સૌથી અમિર મહિલા બની, ડિવોર્સ માટે મળ્યા 2.52 લાખ કરોડ રૂપિયા

એમેઝોનડોટકોમ ઇંકના સંસ્થાપક અને સીઈઓ જેફ બેજોસ અને તેની પૂર્વ પત્ની મેકેન્ઝી બેજોસની છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ એમેઝોનડોટકોમ ઇંકના સંસ્થાપક અને સીઈઓ જેફ બેજોસ અને તેની પૂર્વ પત્ની મેકેન્ઝી બેજોસની છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ છૂટાછેડા અંતર્ગત મેકેન્ઝી પાસે એમેઝોનના 4 ટકા શેર રહેશે અને બાકીના 12 ટકા શેર જેફ બેજોસ પાસે રહેશે. જોકે તમામ વોટિંગ અધિકાર અબજોપતિ કારોબારી જેફ બેજોસ પાસે જ રહેશે. મેકેન્ઝી બેજોસે વોશિંગ્ટન પોસ્ટ અખબાર અને રોકેટ કંપની બ્લૂ ઓરિજનમાં પોતાનો તમામ હિસ્સો છોડવો પડશે. મેકેન્ઝીએ ગુરુવારે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જેફ બેજોસ એમેઝોનના સૌથી મોટાં શેરધારક છે. બીજા નંબરે ઇન્વેસ્ટમેન્ટ ગ્રુન વેનગાર્ડ છે. મેકેન્ઝી ત્રીજી સૌથી મોટી શેર હોલ્ડર બની ગઇ છે. છૂટાછેડા પછી વિશ્વની ચોથી સૌથી અમિર મહિલા બની, ડિવોર્સ માટે મળ્યા 2.52 લાખ કરોડ રૂપિયા છૂટાછેડા સાથે જ મેકેન્ઝી દુનિયાની ચોથી સૌથી અમીર મહિલા બની ગઇ છે. તેમના ભાગમાં ઇ-કોમર્સ કંપની એમેઝોનની 4 ટકા ભાગેદારી આવી ગઇ છે. અત્યારે તેની વેલ્યૂ 36.5 અરબ ડોલર (2.52 લાખ કરોડ રૂપિયા) છે. મેકેન્ઝીને ભાગ આપ્યા પછી પણ જેફ બેજોસ 114 અરબ ડોલર (7.87 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થની સાથે દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ છે. તમને જણાવી એ કે તેઓ ઇ-કોમર્સ કંપની એમેઝોનનાં સંસ્થાપક અને સીઇઓ છે. જેફ બેજોસ અને મેકેન્ઝીના ડિવોર્સની જાહેરાતના એક દિવસ બાદ અમેરિકન મેગેઝીન ધ ઇન્ક્વાયરે ખુલાસો કર્યો હતો કે, બેજોસના ડિવોર્સ લેવાનું કારણ પૂર્વ ટીવી એન્કર લોરેન સેન્ચેઝ છે. બેજોસ અને સેન્ચેઝ રિલેશનશિપમાં છે. મેગેઝીને બંનેની પર્સનલ તસવીરો અને મેસેજ સાર્વજનિક કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, બેજોસ સેન્ચેઝને અશ્લીલ મેસેજ અને તસવીરો મોકલે છે. બેજોસે તેની તપાસ કરાવી કે તેના મેસેજ લીક કેવી રીતે થયા. થોડાં દિવસો અગાઉ તપાસ ટીમે જણાવ્યું કે, બેજોસના ફોન હેક થયો હતો, તેમાં સાઉદી અરેબિયાનો હાથ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget