(Source: ECI/ABP News/ABP Majha)
હોલમાર્કિંગના વિરોધમાં આજે જ્વેલર્સની હડતાળ, દ. ગુજરાત, રાજકોટ, અમદાવાદના જ્વેલર્સ જોડાશે હડતાળમાં
હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે.
સોનાના દાગીના પર હવેથી ફરજીયાત બ્યુરો ઓફ ઈંડિયન સ્ટાડર્ડે હોલમાર્કિંગ યુનિક આઈડી લગાવવાના નવા નિયમનો જ્વેલર્સે વિરોધ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈઆનેનવા નિયમના અમલીકરણના વિરોધમાં દેશભરના જ્વેલર્સ એક દિવસની હડતાળ પર જશે. આજે અમદાવાદના દસ હજાર જેટલા નાના મોટા જ્વેલર્સ હડતાળમાં જોડાશે.
ગુજરાત જ્વેલર્સ એસોસિએશના પ્રમુખે કેંદ્રીય મંત્રીને પત્ર લખી હોલમાર્કિંગના અમલ સહિતના સાત જેટલા મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. જેમાં હોલમાર્કિંગ પોઈંટ ઓફ સેલ પર લાગુ કરવા જણાવ્યું છે.
પત્રમાં વેપારીના ગુના માટે નોંધણી રદ કરવાની જોગવાઈ જ્વેલર્સ ઉદ્યોગ માટે હાનિકારક બનશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે બેરોજગારી વધશે જ્વેલર્સ એસોસિએશના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું છે કે આ ઉદ્યોગ દેશની જીડીપીમાં છથી સાત ટકાનું યોગદાન આપે છે. અને રોજગારીમાં સૌથઈ મોટા ઉત્પાદકોમાનું એક છે. આ મુદ્દાઓને જલ્દીથી ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉદ્યોગ ખરાબ રીતે પડી ભાંગશે. અને લાખો લોકોની આજીવિકાને ગંભીર અસર પડશે.
નોંધનીય છે કે, હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમને ઈન્ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્યું છે.
હોલમાર્કિંગમાં બીઆઈએસની સીલની માહિતી હશે. કેરેટના ઝવેરાત બનવાનું વર્ષ, ઝવેરીનું નામ પણ નોંધવામાં આવશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે જોડાયેલી છે. હોલમાર્કિંગથી સોનાના બજારમાં પારદર્શિતા પણ વધશે.
આ નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષિત રહેશે. ગ્રાહકને ઠગી નહીં શકાય. સોનાની શુદ્ધતા પર થર્ડ પાર્ટીની ગેરન્ટી હશે.
હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે. મેગ્નીફાઈંગ ગ્લાસ વડે જોઈશું તો ઘરેણા પર 5 માર્ક જોવા મળશે. તેમાં BIS લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતો નંબર જેમ કે 22k અથવા 916, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગનું વર્ષ અને જ્વેલર આઈડેન્ટિફિકેશન નંબર નોંધાયેલો હશે.