શોધખોળ કરો

EMI ભરવામાંથી રાહતનો નિર્ણય લેવા જેવો છે ? બેંકે આપેલા ત્રણ વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ શ્રેષ્ઠ ? જાણો મહત્વની વિગત

6 ઈએમઆઈને લોન સાથે ઉમેરવામાં આવે પરંતુ લોનની મુદત ન વધારવામાં આવે અને ઈએમઆઈની રકમ વધારવામાં આવે.

નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારીના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોનના હપ્તા ટાળવાની મુદતમાં વધુ ત્રણ મહિનાનો વધારો કર્યો છે. એટલે કે જો તમે હોમ કે ઓટો લોન લીધી હોય તો ઈએમઆઈ ઓગસ્ટ સુધી ટાળી શકો છો. બેન્કિંગ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે, આમ તો કોઈ ઈએમઆઈ ન ચૂકવવાનો વિકલ્પ પસંદ કરનાર ગ્રાહકોની લોન એનપીએ અંતર્ગત ન આવે અને ન તો તેના સિબિલ પર કોઈ અસર પશે. તેમ છતાં આગામી એક વર્ષ સુધી તેની લોન લેવાની ક્ષમતા પર તેની અસર પડવાનું નક્કી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશને ઈએમઆઈ ટાળવાને લઈ વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો જાહેર કરતાં કહ્યું કે, જે ઋણદારોની આવકમાં ખાસ ફરક ન પડ્યો હોય તેમણે ઈએમઆઈ સમયસર ભરી દેવો જોઈએ. જો તમારી આવક ખરેખર ઘટી હોય તો આ રાહતનો લાભ ઉઠાવી શકો છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે ઈએમઆઈ ટાળશો તો આ દરમિયાન તમને કંઈ નહીં થાય પરંતુ બાદમાં વ્યાજ લાગશે અને તમારે ચૂકવવું પડશે. કેટલો બોજ વધશે? જો કોઈ વ્યક્તિ ઈએમઆઈ ટાળવા માંગતુ હોય તો બેંક તેને ત્રણ વિકલ્પ આપી રહી છે. પ્રથમ વિકલ્પઃ મોરાટોરિયમ પીરિયડમાં ઈએમઆઈ નહીં ભરવા પર જે વ્યાજ થાય તેની પૂરેપૂરી રકમ ઓગસ્ટમાં એક સાથે ચૂકવી દો. જેમકે, તમે 29 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લીધી છે તો તેનો EMI 25,225 રૂપિયા આવશે. જો તેને છ મહિના માટે ટાળવામાં આવે તો કુલ રકમ 1,51,350 રૂપિયા થાય. તેના પર બેંકોએ નક્કી કરેલું 5 થી 7 ટકા વ્યાજ આપવું પડી શકે છે. જો સાત ટકા વ્યાજ ગણવામાં આવે તો આ રકમ 1,61,944 રૂપિયા થાય. બીજો વિકલ્પઃ 6 ઈએમઆઈને લોન સાથે ઉમેરવામાં આવે પરંતુ લોનની મુદત ન વધારવામાં આવે અને ઈએમઆઈની રકમ વધારવામાં આવે. જેમકે, તમે 29 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લીધી છે તો તેનો EMI 25,225 રૂપિયા આવશે. અત્યાર સુધી તમે 12 હપ્તા ભરી ચુકયા છો અને 228 હપ્તા બાકી છે. હવે તમે 6 મહિના માટે ઈએમઆઈ ટાળો છો તો બાદમાં ઈએમઆઈની રકમ 25,225ના બદલે 25,650 રૂપિયા આસપાસ આવશે. લોનનો ગાળો એટલો જ રહેશે. ત્રીજો વિકલ્પઃ ઈએમઆઈ ન વધારવામાં આવે પરંતુ લોનનો ગાળો વધારી દેવામાં આવે. 29 લાખ રૂપિયાની 20 વર્ષની લોન પર જ્યારે તમે છ મહિના માટે ઈએમઆઈ ટાળો છો તો બાદમાં તમારા કુલ ઈએમઆઈમાં સાતનો વધારો થઈ જશે. જેમાં છ મહિનાના ઈએમઆઈ પર લાગનારા વ્યાજનો પણ સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?

7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો

દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  

Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 

9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 

Embed widget