(Source: ECI/ABP News/ABP Majha)
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શું છે, અહીં જાણો આ યોજનાની તમામ જાણકારી
દેશના નાના વેપારીઓ, દુકાનદારો અથવા નાના પાયાનો વ્યવસાય શરૂ કરનારા લોકો માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી હતી.
દેશના નાના વેપારીઓ, દુકાનદારો અથવા નાના પાયાનો વ્યવસાય શરૂ કરનારા લોકો માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી હતી, જેથી તેઓને તેમના કામને આગળ વધારવા માટે કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. આ યોજના કેન્દ્ર સરકારે એપ્રિલ 2015માં શરૂ કરી હતી. મુદ્રા લોન યોજના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત છે. તેના દ્વારા નાના વેપારીઓ 20 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર લઈ શકે છે. તેને ચૂકવવા માટે 5 વર્ષ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ સ્કીમ સંબંધિત તમામ માહિતી.
દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે. આ માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. જો કોઈને આ યોજના સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછવા માંગતા હોય, તો તમે આ માટે જારી કરાયેલ હેલ્પલાઈન નંબર પર કૉલ કરી શકો છો.
હવે મુદ્રા લૉન 20 લાખ રૂપિયા સુધી મળશે. જ્યારે પહેલા આ લૉન મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી. આવી સ્થિતિમાં મુદ્રા લૉન લેનારા લોકોને સીધો ફાયદો મળી શકે છે.
હેલ્પલાઇન નંબર - 18001801111, 1800110001
શું મુદ્રા લોન યોજનામાં સબસિડી ઉપલબ્ધ છે ?
ના, મુદ્રા લોન યોજનામાં કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં આવતી નથી.
મુદ્રા લોન યોજનાનો લાભ કેટલા દિવસોમાં મળે છે ?
અરજી કર્યાના એક અઠવાડિયાથી દસ દિવસમાં લોન મંજૂર થઈ શકે છે.
શું મુદ્રા લોન લેવા માટે આવકવેરા રિટર્ન ફોર્મ જરૂરી છે ?
હા, તમારે આવકવેરા રિટર્ન ફોર્મ સબમિટ કરવું પડશે. જો તે ઝીરો ટેક્સ રિટર્ન હોય તો પણ તમારે તેને જમા કરાવવું પડશે.
શું બુટીક કે બેકરી બિઝનેસ શરૂ કરવા કે વિસ્તારવા માટે મુદ્રા લોન લઈ શકાય ?
હા, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ કોઈપણ પ્રકારનો નાનો વ્યવસાય શરૂ કરવા અથવા તેને વધારવા માટે આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ અંતર્ગત લોકોને નવો બિઝનેસ શરૂ કરવા માટે ગેરંટી વિના 10 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે. જો કે બજેટમાં આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી હતી.
ક્યારે શરૂ થઇ હતી આ યોજના ?
ભારત સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનાનો સીધો ફાયદો એ લોકોને થાય છે જેઓ સંસાધનોના અભાવે પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકતા નથી.
યોજના હેઠળ લાભાર્થીને મુદ્રા કાર્ડ મળે છે. મુદ્રા કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડની જેમ જ થાય છે. આ કાર્ડની મદદથી તમે તમારા બિઝનેસ સંબંધિત ખર્ચ માટે પૈસા લઈ શકો છો.
યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા અને દસ્તાવેજો
આ યોજનામાં કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 24 થી 70 વર્ષની વચ્ચે છે તે અરજી કરી શકે છે. લોન એપ્લિકેશન દ્વારા તમારે આધાર, પાન કાર્ડ, પાસપોર્ટ, સરનામાનો પુરાવો વગેરેની જરૂર પડશે. આ યોજના માટે અરજી કરવા માટે, mudra.org.in ની સત્તાવાર વેબસાઇટ પર જાવ અને ફોર્મ ડાઉનલોડ કરો. પછી ફોર્મમાં બધી માહિતી દાખલ કરો અને તેને તમારી નજીકની સરકારી અથવા ખાનગી બેન્કમાં સબમિટ કરો. બેન્ક તમામ દસ્તાવેજો જોયા પછી તમારી લોન મંજૂર કરશે.
સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર મોટી રાહત મળી શકે! નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યા સંકેત