શોધખોળ કરો

Vodafone Idea 5G: વોડાફોન - આઈડિયા ભારતમાં ક્યારથી શરૂ કરશે 5G ? જાણો શું છે લેટેસ્ટ અપડેટ

કંપનીએ તેના વાર્ષિક FY23 અહેવાલમાં જણાવ્યું હતું કે તે 5G રોલઆઉટ અંગે વિવિધ નેટવર્ક વેન્ડર્સ સાથે અગાઉથી વાતચીત કરી રહી છે. આ સાથે જ તમામ OEM કંપનીઓ સાથે નેટવર્કનું ડિવાઇસ ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે.

Vodafone Idea 5G Lanch Time: હાલમાં, ભારતમાં આવા માત્ર 2 ટેલિકોમ ઓપરેટર્સ છે જેમણે દેશમાં 5G નેટવર્ક શરૂ કર્યું છે. Jio અને Airtel એ 5G નેટવર્ક હેઠળ દેશનો મોટા ભાગનો ભાગ આવરી લીધો છે. VI હજુ સુધી રેસમાં જોડાઈ નથી કારણ કે કંપની ભંડોળ એકત્ર કરી શકી નથી. દરમિયાન, કંપનીએ તેના વાર્ષિક FY23 અહેવાલમાં જણાવ્યું હતું કે તે 5G રોલઆઉટ અંગે વિવિધ નેટવર્ક વેન્ડર્સ સાથે અગાઉથી વાતચીત કરી રહી છે. આ સાથે જ તમામ OEM કંપનીઓ સાથે નેટવર્કનું ડિવાઇસ ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે.

વોડાફોન આઈડિયાના ચેરમેન રવિન્દર ટક્કરે શું કહ્યું ?

વોડાફોન આઈડિયાના ચેરમેન રવિન્દર ટક્કરે જણાવ્યું હતું કે ટેલિકોમ કંપની 4જી કવરેજ વધારવા અને 5જી લોન્ચ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કંપની 4G કવરેજ અને ક્ષમતાના વિસ્તરણમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે, ખાસ કરીને તેના 17 અગ્રતા વર્તુળોમાં. રવિન્દર ટક્કરે વધુમાં જણાવ્યું હતું કે, કંપની ભંડોળ મેળવ્યા બાદ ટૂંક સમયમાં 5G સેવા શરૂ કરશે.

ક્યારે લોન્ચ થશે 5G?

VI એ વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે તે સતત ધીરાણકર્તાઓ અને રોકાણકારોની શોધમાં છે. આ સાથે, 5G રોલઆઉટ પર પણ કામ ઝડપથી ચાલી રહ્યું છે, જે કંપનીને ભંડોળ મેળવવામાં મદદ કરશે. VIએ જણાવ્યું હતું કે કંપનીએ દિલ્હી અને પૂણેમાં પસંદગીના 5G ક્લસ્ટરો બનાવ્યા છે જ્યાં તે પસંદગીની OEM કંપનીઓ સાથે ઉપલબ્ધ 5G હેન્ડસેટની સુસંગતતાનું પરીક્ષણ કરી રહી છે. એકવાર કંપની દ્વારા ભંડોળ પ્રાપ્ત થયા પછી, ટૂંક સમયમાં જ લોકોને મેટ્રો શહેરોમાં 5G સેવા મળવાનું શરૂ થઈ જશે.

Jio-Airtel નેક્સ્ટ જનરેશન સર્વિસ લોન્ચ કરશે

એરટેલ અને જિયોએ ગયા વર્ષે દેશમાં 5G નેટવર્ક લોન્ચ કર્યું હતું. આ કારણે VI ને યુઝરબેઝના સંદર્ભમાં ઘણું નુકસાન થયું છે. અહેવાલ છે કે Jio અને Airtel આ વર્ષના અંત સુધીમાં દેશમાં નેક્સ્ટ જેન સેવા શરૂ કરવા પર કામ કરી રહ્યા છે. VI હજુ સુધી 5G સેવા શરૂ કરવામાં સક્ષમ નથી અને કંપની એક વર્ષ માટે આશરે રૂ. 20,000 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં અસફળ રહી છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું

WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ

paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો
paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો
paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

Embed widget