શોધખોળ કરો
વોડાફોન આઈડિયાના શેરમાં આજે કેમ આવ્યો 15 ટકાનો ઉછાળો ? જાણો શું છે કારણ
વોડાફોન-આઈડિયાના શેરમાં ગુરુવારે 15 ટકાનો ઉછાળો આવ્યો હતો.

મુંબઈઃ વોડાફોન-આઈડિયાના શેરમાં ગુરુવારે 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. વોડાફોને કહ્યું કે, તેમણે આદિત્ય બિરલા સાથે મળીને ભારતીય સંયુક્ત સાહસમાં આશરે 1,530 કરોડ રૂપિયા (20 કરોડ અમેરિકન ડોલર)નું રોકાણ કર્યું છે. હાલ વોડાફોન આઈડિયા દેવું ચુકવવા ઝઝૂમી રહ્યા છે. બીએસઈ પર કારોબાર દરમિયાન કંપનીનો સેર 14.89 ટકા વધીને 4.55 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં શેરનો ભાવ 13.92 ટકા વધીને 4.50 રૂપિયા થયો હતો. વોડાફોને એક નિવેદનમાં જણાવ્યું, કોવિડ-19 મહામારીના કારણે ચાલી રહેલા કપરાકાળ દરમિયાન વોડાફોન-આઈડિયાનું સંચાલન શરૂ રાખવા રોકડ ઉપલબ્ધ કરાવવા તથા વોડાફોન આઈડિયાના આશરે 30 કરોડ ભારતીય ગ્રાહકો તથા હજારો કર્મચારીની સુવિધા માટે આમ કરવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21,393 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 681 લોકોના મોત થયા છે. જ્યારે 4257 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. ઉપરાંત 16454 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો





















