શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓટો સેક્ટર મંદીના ભરડામાં, મારુતિ સુઝુકીએ 3000 લોકોની કરી છટણી
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 3,000 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના ચેરમેન આર.સી.ભાર્ગવે કહ્યું કે, ઓટો ઈન્ડસ્ટ્રીમાં મંદીના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલ ઓટો ઈન્ડસ્ટ્રી મંદીના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 3,000 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના ચેરમેન આર.સી.ભાર્ગવે કહ્યું કે, ઓટો ઈન્ડસ્ટ્રીમાં મંદીના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.
કાર અને મોટરસાઇકલ નિર્માતા પહેલાથી જ 15,000 છટણી કરી ચુક્યા છે. ઓટો કોમ્પોનેંટ ઈન્ડસ્ટ્રીમાં પહેલાથી જ 10 લાખ નોકરીઓ જતી રહી છે. ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી રહેલા ટ્રેન્ડના કારણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ 23 ટકાથી નીચે આવી ચુક્યો છે. દેશની ટોપ કાર નિર્માતા મારુતિ સુઝુકીનો શેર પણ ચાલુ વર્ષની શરૂઆતથી લઈ અત્યાર સુધાં 20 ટકા સુધી ઘટી ગયો છે.
કંપનીના ચેરમેને વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે મારુતિ સુઝુકી એપ્રિલ 2020થી નાની ડીઝલ કારોનું વેચાણ બંધ કરી દેશે. નાની ડીઝલ કારોના સ્થાને કંપનીની નજર CNG કારો પર છે. મારૂતિએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે આગામી વર્ષના અંત સુધીમાં તે બી.એસ 6 એમિશ નૉર્મ્સ મુજબ કારોનું પ્રોડક્શન કરશે. એ.જી. એમમાં ચર્ચા થઈ કે કંપની સી.એન.જી.ગાડીઓના ઉત્પાદનમાં 50 ટકાનો વધારો કરવાનું આયોજન કરી રહી છે. કંપની બ્રેઝા અને અર્ટિગાના પેટ્રોલ વૅરિએન્ટનું વેચાણ શરૂ રાખશે.
ભાર્ગવે જણાવ્યું કે વર્તમાન નાણાકિય વર્ષમાં ત્રીજા અથવા તો અંતિમ ક્વાર્ટરમાં વાહનોના વેચાણમાં નફો દેખાશે. બીએસ-VI ટ્રાન્ઝિશનના કારણે આગામી નાણાકિય વર્ષમાં વેચાણ વધવાની અપેક્ષા છે.
DDCAનો મોટો ફેંસલો, અરૂણ જેટલીના નામથી ઓળખાશે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ
ICC ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહનો હનુમાન કુદકો, પ્રથમ વખત ટોપ 10માં મેળવ્યું સ્થાન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion