શોધખોળ કરો

મુંદ્રાના અદાણી પોર્ટ્સ પર સૌથી વિશાળ જહાજ લાંગરવાનો સર્જાયો વિક્રમ, 4 ફૂટબોલના મેદાન જેટલી છે જહાજની લંબાઈ

મુંદ્રા પોર્ટ પર અત્યાર સુધીના સૌથી લાંબા જહાજ MV MSC હેમ્બર્ગ લાંગરવામાં આવ્યું. આ મહાકાય જહાજ 4 ફૂટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવે છે.

Mundra Ports:  અદાણી મુન્દ્રા પોર્ટ એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નું ફ્લેગશીપ પોર્ટ, ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથના એક ભાગ અદાણી પોર્ટસ દ્વારા 399 મીટર લાંબા અને 54 મીટર પહોળા જહાજને બર્થ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ભારતના સૌથી વ્યસ્ત વાણિજ્ય બંદરોમાંના એક એવા ગુજરાતના મુંદ્રા ખાતે અદાણી પોર્ટસ ગૌરવપ્રદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યુ છે. મુંદ્રા પોર્ટ પર અત્યાર સુધીના સૌથી લાંબા જહાજ MV MSC હેમ્બર્ગ લાંગરવામાં આવ્યું. આ મહાકાય જહાજ 4 ફૂટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવે છે.   સંયોગવશ આ ઐતિહાસિક ઘટના ત્યારે બની જ્યારે જીનીવા સ્થિત મેડિટેરેનિયન શિપિંગ કંપની (MSC) અને અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રા. લિના સંયુક્ત સાહસને 10 વર્ષ પૂર્ણ થયા છે.

જહાજની કેટલી છે ક્ષમતા

MV MSC હેમ્બર્ગ લાંગરવામાં આવતા અદાણી મુંદ્રા પોર્ટની ઓપરેશન અને કાર્યદક્ષતા સાબિત કરતા વિક્રમોની હારમાળામાં વધુ એકનો ઉમેરો થયો છે. 2015માં નિર્મિત MV MSC હેમ્બર્ગ જહાજ 15,908 TEU (કન્ટેનરો) ક્ષમતા ધરાવતું જહાજ છે. તે 12 મીટરનો ડ્રાફ્ટ, 399 મીટર લંબાઈ (LOA) તેમજ 54 મીટરની પહોળાઈ ધરાવે છે. અદાણી પોર્ટે અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજને બર્થ કરી દરિયાઈ પરિવહન ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

APSEZ એ 339 MMT વોલ્યુમ સાથે કાર્ગો હેન્ડલ કરવાનો વિક્રમ સ્થાપ્યો

અગાઉ સિંગાપોરમાં રજિસ્ટર્ડ APL રેફલ્સ અદાણી મુંદ્રા બંદરે લાંગરવામાં આવેલું સૌથી મોટું જહાજ હતું તથા ભારતના બંદરો પર બર્થ થનાર તે સૌથી મોટું કન્ટેનર જહાજ હતું. અદાણી પોર્ટ મુંદ્રાની ખાસિયત એ છે કે 21 મીટર ઉંડાઇ સુધીની કેપેસીટીના જહાજ સહજતાથી લંગારી શકાય છે. નાણાંકીય વર્ષ-23 (એપ્રિલ 22-માર્ચ 23)માં અદાણી પોર્ટ અને APSEZ એ 339 MMT વોલ્યુમ સાથે કાર્ગો હેન્ડલ કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. 

મુંદ્રાના અદાણી પોર્ટ્સ પર સૌથી વિશાળ જહાજ લાંગરવાનો સર્જાયો વિક્રમ, 4 ફૂટબોલના મેદાન જેટલી છે જહાજની લંબાઈ

અદાણી પોર્ટ દેશના વિકાસ માટે બંદરીય સેવા અને સુવિધાઓને સર્વોત્તમ બનાવવા પ્રયત્નશીલ છે. પોર્ટનું વિશ્વ સ્તરીય અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચર ભારતના વિકસતા દરિયાઈ ઉદ્યોગ અને વેપાર-વાણિજ્યના વિકાસનું પ્રતિબિંબ છે. અદાણી પોર્ટસ મુંદ્રાની 24 કલાકમાં 40 જહાજની મુવમેન્ટ હેન્ડલ કરવાની નોંધપાત્ર સિદ્ધિ તેની અસાન્ય ઓપરેશનલ ક્ષમતાઓ અને ઉત્તમ કાર્યદક્ષતા દર્શાવે છે.

બિપરજોય ચક્રવાતમાં સરકાર દ્વારા હંગામી ધોરણે ઓપરેશન સ્થગિત રહ્યા બાદ મુંદ્રા પોર્ટ ફરી પૂર્વવત ધમધમી રહ્યું છે. મિડલ ઇસ્ટ, યુરોપ, આફ્રિકા અને ગલ્ફના દેશોમાંના જહાજો થકી કન્ટેનર્સ મુવમેન્ટે ફરી વેગ પકડ્યો છે. મુન્દ્રા પોર્ટનું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાના સર્વોત્તમ ધોરણો પૂરા પાડે છે પરિણામે તે ભારે કન્ટેનર્સ માટે તે ભારતના પ્રવેશદ્વાર સમાન બની રહ્યું છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget