શોધખોળ કરો
Advertisement
નવા વર્ષે મોંઘી થઈ જશે TV, ફ્રિઝ અને અન્ય ઘરેલુ સામાન, જાણો કેટલી વધશે કિંમત
કાચા માલની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઉપરાંત ક્રૂડની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે, માટે પ્લાસ્ટિક સામગ્રીનો ખર્ચ પણ ઘણો વધી ગોય છે.
નવી દિલ્હીઃ તાંબુ, એલ્યુમિનિયન અને સ્ટીલ જેવા કાચા માલની કિંમત વધવા અને ટ્રાન્સપોર્ટ ભાડા મોંઘા થવાને કારણે એલઈડી ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન જેવા અન્ય ટકાઉ ઘરેલુ સામાનની કિંમત આગામી વર્ષે જાન્યુઆરીથી 10 ટકા વધી શકે છે. મેન્યુફેક્ચરર્સે કહ્યું કે, આ ઉપરાંત માગમાં ઘટાડાને કારણે પેનલ (ઓપન સેલ)ની કિંમતમાં પણ બે ગણા જેટલો વધારો થઈ ગયો છે. ક્રૂડની કિંમતમાં વધારાની સાથે જ પ્લાસ્ટિક પણ મોંઘુ થયું છે.
એલજી, પેનાસોનિક અને થોમસન જેવા મેન્યુફેક્ચરર્સ માટે જાન્યુઆરીથી કિંમતમાં વધારો અનિવાર્ય છે, જ્યારે સોની હજુ પણ સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને તેના વિશે હવે નિર્ણય લશે.
પેનાસોનિક ઇન્ડિયાના અધ્યક્ષ અને સીઈઓ મનીષ શર્માએ કહ્યું, “અમારું માનવું છે કે, નજીકના ભવિષ્યમાં ઝિંસ કિંમતોમાં વધારાથી અમારી પ્રોડક્ટની કિંમત પ્રભાવિત થશે. મારું માનવું છે કે, જાન્યુઆરીમાં 6-7 ટકા કિંમત વધસે અને નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નક્કી 10-11 ટકા સુધી વધારો થઈ શકે છે.” એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પણ આગામી વર્ષે એક જાન્યુઆરીથી કિંમતમાં સાતથી આઠ ટકાનો વધારો કરવા જઈ રહ્યું છે.
એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ (ઘરેલુ ઉપકરણ) વિજય બાબૂએ કહ્યું કે, “જાન્યુઆરીથી અમે ટીવી, ઇલેક્ટ્રોનિક્સ મીશન, રેફ્રિજરેટર વગેરે પ્રોડક્ટની કિંમતમાં સાતથી આઠ ટકાનો વધારો કરવા જઈ રહ્યા છીએ. કાચા માલની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઉપરાંત ક્રૂડની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે, માટે પ્લાસ્ટિક સામગ્રીનો ખર્ચ પણ ઘણો વધી ગોય છે.” સોની ઇન્ડિયા કિંમતમાં વધારા પર સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને તેણે આ મામલે હાલમાં કોઈ નિર્ણય કર્યો નથી.
આ મામલે પૂછવા પર સોની ઇન્ડિયાના મુખ્ય ડાયરેક્ટર સુનીલ નય્યરે કહ્યું, “હાલમાં નહીં. અમે હજુ રાહ જોઈ રહ્યા છીએ. અમે માગ કેટલી છે તેને ધ્યાનમાં રાખીશું, જે દરરોજ બદલાઈ રહી છે. સ્થિતિ અસ્પષ્ટ છે અને અમે આ મામલે હાલમાં કોઈ નિર્ણય કર્યો નથી.” તેમણે કહ્યું કે, પેનલની કિંમત અને કેટલાક કાચા માલની કિંમત વધી છે, ખાસ કરીને ટીવી માટે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion