શોધખોળ કરો

Adani Group: અદાણી ગ્રુપમાં ઝડપથી ઘટી રહી છે LICની કમાણી, 10 દિવસમાં ઘટ્યા 30 હજાર કરોડ રૂપિયા

ભારતીય જીવન વીમા નિગમ એટલે કે અદાણી ગ્રુપમાં રોકાણથી LICનો નફો સતત ઘટી રહ્યો છે

ભારતીય જીવન વીમા નિગમ એટલે કે અદાણી ગ્રુપમાં રોકાણથી LICનો નફો સતત ઘટી રહ્યો છે. તેનું કારણ અદાણી ગ્રુપના શેરમાં થયેલો ઘટાડો છે. અદાણીના 7 શેરોમાં LICનું રોકાણ છે. પરંતુ LIC એ મુખ્યત્વે અદાણી ગ્રુપના 4 શેરોમાં રોકાણ કર્યું છે. આ રોકાણ 24000 કરોડ રૂપિયા છે. આ શેરોમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન છે. ડિસેમ્બર 2022 પછી એલઆઈસીએ અદાણીના આ ચાર શેરમાં તેનો હિસ્સો ઓછો કર્યો નથી તે ધ્યાનમાં લેતા આ રોકાણનું મૂલ્ય વર્તમાન બજાર ભાવના આધારે રૂ. 27000 કરોડ છે.

એલઆઇસીનો ઈન્વેસ્ટમેન્ટ નફો ઝડપથી ઘટી રહ્યો છે કારણ કે અદાણી ગ્રુપના શેરો દરરોજ નીચે આવી રહ્યા છે. આનાથી LICને મળતા લાભો પર અસર પડી રહી છે. બિઝનેસ ટુડેના સંશોધનમાં આ ચાર શેરોની સરેરાશ એક્વિઝિશન કિંમત અને વર્તમાન બજાર કિંમતને ધ્યાનમાં રાખીને આ ગણતરી કરવામાં આવી છે.

24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો રિપોર્ટ સાર્વજનિક થયો ત્યારથી અદાણી ગ્રુપના શેર દરરોજ સૌથી નીચા સ્તરે ગગડવાનો નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. આ અહેવાલ સાર્વજનિક થયા બાદ અદાણીના કેટલાક શેરોમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે.

એલઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોમાં અદાણી જૂથની તમામ કંપનીઓ પાસેથી ખરીદવામાં આવેલી એલઆઈસીની ઈક્વિટીનું કુલ ખરીદ મૂલ્ય રૂ. 30,127 કરોડ છે.

અદાણી ટ્રાન્સમિશન

અદાણી ટ્રાન્સમિશનમાં LIC દ્વારા ખરીદવામાં આવેલા દરેક શેરની સરેરાશ કિંમત 840 રૂપિયા છે. અદાણી ટ્રાન્સમિશનમાં LICનું કુલ રોકાણ મૂલ્ય રૂ. 3415 કરોડ છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ આ રોકાણનું મૂલ્ય 6334 કરોડ રૂપિયા હતું. 2 ફેબ્રુઆરીએ અદાણી ટ્રાન્સમિશનના શેર બુધવારના બંધ ભાવથી 10 ટકા ઘટીને રૂ. 1557.25 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

અદાણી ટોટલ ગેસ

જો આપણે અદાણી ટોટલ ગેસ વિશે વાત કરીએ તો એક શેરની અંદાજિત કિંમત 1300 રૂપિયા છે અને અદાણી ટોટલ ગેસમાં LICનું કુલ રોકાણ 8525 કરોડ રૂપિયા છે. આ રોકાણનું હાલનું મૂલ્ય 11225 કરોડ રૂપિયા છે.

અદાણી ગ્રીન એનર્જી

LIC માટે અદાણી ગ્રીન એનર્જીના એક શેરની કિંમત 1800 રૂપિયા હતી. આ કંપનીમા એલઆઇસીનું કુલ રોકાણ મૂલ્ય રૂ. 3610 કરોડ છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ આ રોકાણનું મૂલ્ય 2108.2 કરોડ રૂપિયા હતું.

અદાણી એન્ટરપ્રાઇઝ

અદાણી એન્ટરપ્રાઇઝિસમાં LIC દ્વારા ખરીદવામાં આવેલા શેરની સરેરાશ કિંમત રૂ. 1720 હતી. જ્યારે આ રોકાણની કુલ કિંમત 8285 કરોડ છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ આ રોકાણનું મૂલ્ય 9545.6 કરોડ રૂપિયા હતું.

10 દિવસમાં 30000 કરોડ ઓછા થયા

LIC એ અદાણી ગ્રુપના આ ચાર શેર્સમાં લગભગ રૂ. 23,840 કરોડનું રોકાણ કર્યું છે. 2 ફેબ્રુઆરી 2023 ના રોજ બજાર કિંમતના આધારે આ રોકાણનું મૂલ્ય 27,200 કરોડ રૂપિયા હતું. હિંડનબર્ગ રિપોર્ટ અગાઉ અદાણીની આ ચાર કંપનીઓમાં LICનું રોકાણ 57166 કરોડ રૂપિયાનું હતું. એટલે કે ત્યારે LICને 33000 કરોડનો નફો થતો હતો જે હવે ઘટીને 3300 કરોડ થઈ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Embed widget