(Source: Matrize)
ફક્ત એકવાર કરો એલઆઇસીની આ યોજનામાં રોકાણ, જિંદગીભર મળશે એક લાખ રૂપિયા પેન્શન
આ યોજના LICની છે જેના હેઠળ નિયમિત આવકની ખાતરી આપવામાં આવે છે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે
દરેક વ્યક્તિ નોકરી કરતી વખતે પોતાની નિવૃત્તિ (Retirement) માટે મોટું આયોજન કરવા માંગે છે, પરંતુ મોટાભાગના લોકો પૈસાના અભાવે આ કરી શકતા નથી. આજના સમયમાં લોકો નિવૃત્તિ યોજનાઓમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં વધુ એક્ટિવ છે અને તેમની કમાણીનો અમુક હિસ્સો રોકાણ કરી રહ્યા છે. જો કે, આ સ્કીમ જોખમી હોઈ શકે છે કારણ કે તે બજાર સાથે જોડાયેલી છે. પરંતુ આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને નિયમિત આવકની ગેરન્ટી મળશે અને દર માસિક કે અર્ધવાર્ષિક ધોરણે પૈસા જમા કરાવવાના રહેશે નહીં. તમે માત્ર એક વાર પૈસાનું રોકાણ કરીને જંગી પેન્શન મેળવી શકો છો.
આ યોજના LICની છે જેના હેઠળ નિયમિત આવકની ખાતરી આપવામાં આવે છે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. આ પ્લાનને LIC ન્યૂ જીવન શાંતિ પ્લાન (LIC New Jeevan Shanti Plan) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે પૈસા માત્ર એક જ વાર રોકાણ કરવાના હોય છે અને પેન્શન આજીવન ફિક્સ મળે છે
જીવનભર મળશે પેન્શન
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC પાસે તમામ ઉંમરના લોકો માટે માત્ર એક જ નહીં પરંતુ ઘણી બધી પોલિસીઓ છે. નિવૃત્તિ માટેની તેની ઘણી યોજનાઓ ખૂબ જાણીતી છે. જે નિવૃત્તિ પછી લોકોનું આર્થિક સ્થિતિ સારી રાખે છે. LIC ન્યૂ જીવન શાંતિ યોજના પણ એક સમાન યોજના છે. આ એક સિંગલ પ્રીમિયમ પ્લાન છે અને એકવાર તમે રોકાણ કરો છો તો તે તેમને નિયમિત પેન્શની ગેરન્ટી આપે છે. આ સ્કીમ હેઠળ તમે દર વર્ષે 1 લાખ રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. તમને જીવનભર આ પેન્શન મળતું રહેશે.
આ પોલિસી કોણ લઈ શકે?
LICની આ પેન્શન પોલિસી માટે કંપનીએ ઉંમર 30 વર્ષથી 79 વર્ષ નક્કી કરી છે. આ યોજનામાં ગેરન્ટી પેન્શનની સાથે અન્ય વિવિધ લાભો પણ ઉપલબ્ધ છે. આ પ્લાન ખરીદવા માટે બે વિકલ્પો છે, જેમાંથી પ્રથમ ડેફર્ટ એન્યુટી ફોર સિંગલ લાઇફ અને બીજો ડેફર્ટ એન્યુટી ફોર જોઇન્ટ લાઇફ છે. તેનો અર્થ એ કે જો તમે ઇચ્છો તો તમે એક જ યોજનામાં રોકાણ કરી શકો છો અથવા તમે સંયુક્ત વિકલ્પ પસંદ કરી શકો છો.
1 લાખનું પેન્શન કેવી રીતે મેળવશો?
LICની આ નવી જીવન શાંતિ પોલિસી એક એન્યુટી પ્લાન છે અને તેને ખરીદવાની સાથે તમે તેમાં તમારી પેન્શન મર્યાદા નક્કી કરી શકો છો. નિવૃત્તિ પછી તમને તમારા બાકીના જીવન માટે નિશ્ચિત પેન્શન મળતું રહેશે. આમાં રોકાણ પર ઉત્તમ વ્યાજ પણ મળે છે. જો તમારી ઉંમર 55 વર્ષ છે અને LIC ન્યૂ જીવન શાંતિ પ્લાન ખરીદતી વખતે 11 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તે પાંચ વર્ષ માટે હોલ્ડ રહેશે અને 60 વર્ષ પછી તમને દર વર્ષે 1,02,850 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે. જો તમે ઇચ્છો તો તમે તેને દર 6 મહિને અથવા દર મહિને પણ લઈ શકો છો.
તમને છ મહિને અને માસિક ધોરણે કેટલું પેન્શન મળશે?
જો તમે ગણતરી પર નજર નાખો તો 11 લાખ રૂપિયાના સિંગલ રોકાણ પર તમારું વાર્ષિક પેન્શન 1 લાખ રૂપિયાથી વધુ હશે, જ્યારે તમે તેને દર છ મહિને લેવા માંગો છો તો તે 50,365 રૂપિયા થશે. જો તમે દર મહિને પેન્શનની ગણતરી કરો છો તો આટલા રોકાણ પર તમને દર મહિને 8,217 રૂપિયા પેન્શન મળશે.
તમને પેન્શનની સાથે આ લાભો પણ મળશે
નોંધનીય છે કે એલઆઈસીની આ પોલિસીમાં ગેરેન્ટેડ પેન્શનની સાથે અન્ય લાભો પણ ઉપલબ્ધ છે. આમાં ડેથ કવર પણ સામેલ છે. જો પોલિસીની મુદત દરમિયાન પોલિસી હોલ્ડરનું મૃત્યુ થાય છે તો તેના ખાતામાંની સંપૂર્ણ રકમ નોમિનીને આપવામાં આવે છે. 11 લાખ રૂપિયાના રોકાણ પર નોમિનીને મળનારી રકમ 12,10,000 રૂપિયા હશે. ખાસ વાત એ છે કે તમે આ પ્લાન ગમે ત્યારે સરન્ડર કરી શકો છો અને તેમાં ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. કોઈ મહત્તમ મર્યાદા નથી.