શોધખોળ કરો

1 જુલાઈથી બદલાઈ રહ્યા છે LPG ગેસ સિલિન્ડરના નિયમો: ગ્રાહકો માટે આ 5 મોટા ફેરફારો જાણવા અત્યંત જરૂરી

lpg cylinder new rules july 1: e-KYC વિના અટકી શકે છે સબસિડી અને ગેસ ડિલિવરી; 'એક ઘર, એક કનેક્શન' નીતિ અંતર્ગત PNG કનેક્શન ધરાવતા પરિવારોએ LPG સિલિન્ડર જમા કરાવવો પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧ જુલાઈથી LPG બુકિંગ, ડિલિવરી, સબસિડી નિયમો બદલાશે.
  • e-KYC ફરજિયાત, OTP વિના સિલિન્ડર ડિલિવરી નહીં મળે.
  • PNG ધારકોએ LPG જમા કરાવવું, ૨૫ દિવસની મર્યાદા.
  • સ્થળાંતરિતોને બિન-PNG વિસ્તારમાં કનેક્શન પુનઃસ્થાપિત સુવિધા.

lpg cylinder new rules july 1: જૂન મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આગામી 1 જુલાઈથી સામાન્ય માણસના ખિસ્સા અને રસોડા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 1 જુલાઈથી ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના બુકિંગ, ડિલિવરી અને સબસિડીના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જો તમારા ઘરમાં પણ ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય, તો સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સબસિડીનો લાભ અવિરતપણે ચાલુ રાખવા માટે તમારે તાત્કાલિક આ નવા નિયમો જાણી લેવા જોઈએ.

સબસિડી માટે e-KYC અને ડિલિવરી માટે OTP ફરજિયાત

કાળાબજાર અટકાવવા અને યોગ્ય લાભાર્થીઓ સુધી સબસિડી પહોંચાડવા માટે સરકાર તેમજ ઇન્ડેન (Indane), ભારત ગેસ (Bharat Gas) અને HP જેવી ગેસ કંપનીઓએ તમામ ગ્રાહકો માટે e-KYC ફરજિયાત બનાવ્યું છે. જો તમે હજુ સુધી તમારું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, તો આગામી મહિનાથી તમારા સિલિન્ડરની ડિલિવરી અને સબસિડીની રકમ અટકી શકે છે. આ ઉપરાંત, ગેસ ચોરી અને સંગ્રહખોરીને સંપૂર્ણપણે ડામવા માટે ગેસ બુકિંગ બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતો OTP ડિલિવરી કરનાર વ્યક્તિને આપવો ફરજિયાત કરવામાં આવ્યો છે. OTP વેરીફાઈ થયા વિના હવે સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે નહીં.

'એક ઘર, એક ગેસ કનેક્શન' નો નવો નિયમ અને 25 દિવસની મર્યાદા

સરકાર દ્વારા હવે 'એક ઘર, એક ગેસ કનેક્શન' નો નિયમ કડકાઈથી લાગુ કરવામાં આવી રહ્યો છે. આ નવા નિયમ અંતર્ગત જે ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ની લાઈન અને સુવિધા ઉપલબ્ધ છે, તેવા પરિવારોએ તેમના ઘરેલુ LPG સિલિન્ડર એજન્સીમાં જમા કરાવવા પડશે. હવે એક જ સરનામે PNG અને LPG બંને ગેસ કનેક્શન રાખવા ગેરકાયદેસર ગણાશે. વધુમાં, સરકારે એક નવો નિયમ પણ લાગુ કર્યો છે, જેના હેઠળ ગ્રાહકો હવે 25 દિવસની અંદર બીજો ગેસ સિલિન્ડર બુક કરી શકશે નહીં.

આ પણ વાંચોઃ 30 જૂન પહેલા પતાવી લો આ મહત્વના કામ: LPG e-KYC થી લઈને ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર

કનેક્શન પુનઃસ્થાપિત કરવાની વિશેષ સુવિધા

નોકરી કે અન્ય કારણોસર સ્થળાંતર કરતા પરિવારોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ છૂટછાટ પણ આપી છે. જો કોઈ ગ્રાહક એવી જગ્યાએ રહેવા જાય છે જ્યાં PNG ની સુવિધા ઉપલબ્ધ નથી, તો તેવા કિસ્સામાં તેઓ તેમના જમા કરાવેલા (સોંપાયેલા) LPG કનેક્શનને ફરીથી સક્રિય કરી શકશે.

ગેસ કનેક્શનને લગતી કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે કે તમારા વિસ્તારમાં PNG ની નવી માર્ગદર્શિકા જાણવા અંગે ગ્રાહકો તેમની સંબંધિત ગેસ એજન્સી અથવા 'MyPNG-D' પોર્ટલનો સંપર્ક કરી શકે છે. સરકારી અધિકારીઓના મતે, આ નવા નિયમો લાગુ થવાથી ગેસ વિતરણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવશે.

આ પણ વાંચોઃ LPG સિલિન્ડર ગ્રાહકો સાવધાન! ઇન્ડિયન ઓઇલે જારી કરી ચેતવણી, ભૂલથી પણ આ કામ ન કરતા

Frequently Asked Questions

LPG સિલિન્ડર માટે e-KYC શા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે?

e-KYC કાળાબજાર અટકાવવા અને યોગ્ય લાભાર્થીઓ સુધી સબસિડી પહોંચાડવા માટે ફરજિયાત છે. જો તમે e-KYC પૂર્ણ નહીં કરો તો સિલિન્ડરની ડિલિવરી અને સબસિડી અટકી શકે છે.

ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે OTP શા માટે જરૂરી છે?

ગેસ ચોરી અને સંગ્રહખોરી અટકાવવા માટે OTP ફરજિયાત કરાયો છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતો OTP આપ્યા વિના સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે નહીં.

'એક ઘર, એક ગેસ કનેક્શન' નો નવો નિયમ શું છે?

આ નિયમ મુજબ, જે ઘરોમાં PNG સુવિધા ઉપલબ્ધ છે, ત્યાંના પરિવારોએ તેમના LPG સિલિન્ડર એજન્સીમાં જમા કરાવવા પડશે. એક સરનામે PNG અને LPG બંને કનેક્શન રાખવા ગેરકાયદેસર ગણાશે.

નવો 25 દિવસનો ગેસ સિલિન્ડર બુકિંગ નિયમ શું છે?

નવા નિયમ હેઠળ, ગ્રાહકો હવે એક સિલિન્ડર બુક કર્યાના 25 દિવસની અંદર બીજો ગેસ સિલિન્ડર બુક કરી શકશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget