શોધખોળ કરો

LPG સિલિન્ડર ગ્રાહકો સાવધાન! ઇન્ડિયન ઓઇલે જારી કરી ચેતવણી, ભૂલથી પણ આ કામ ન કરતા

Indian Oil LPG alert: PNG અને LPG કનેક્શનના નિયમોમાં ફેરફાર થતાં જ ગઠિયાઓ સક્રિય થયા; નવા કનેક્શન અને સર્વિસના નામે લોકો પાસેથી પૈસા પડાવતા હોવાથી ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને સતર્ક રહેવા અપીલ કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇન્ડિયન ઓઇલે LPG કનેક્શન ફ્રોડથી ગ્રાહકોને ચેતવ્યા છે.
  • સાયબર ગઠિયાઓ નવા કનેક્શન કે સેવાના બહાને પૈસા પડાવે છે.
  • માહિતી અને પેમેન્ટ માટે સત્તાવાર પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો.
  • શંકાસ્પદ લિંક ટાળો, છેતરપિંડી થાય તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવો.

Indian Oil LPG alert: જો તમારા ઘરમાં પણ LPG સિલિન્ડરનો ઉપયોગ થતો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. તાજેતરમાં જ સરકાર અને તેલ કંપનીઓએ PNG અને LPG કનેક્શનના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ જ ફેરફારનો ફાયદો ઉઠાવીને હવે સાયબર ગઠિયાઓ મેદાને પડ્યા છે અને ગ્રાહકોને નવા કનેક્શન કે ગેસ સર્વિસ આપવાના બહાને તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા છે. આ વધતા જતા ફ્રોડને જોતા હવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil) દ્વારા એક મોટી અને અગત્યની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેથી લોકોની મહેનતની કમાણી લૂંટાતી બચાવી શકાય.

થોડા સમય પહેલા ગેસ સિલિન્ડરની અછતની વાતો સામે આવી હતી, ત્યારપછી સરકારે નિયમ બનાવ્યો હતો કે જેમના ઘરે પાઇપલાઇન વાળો ગેસ (PNG) આવી ગયો છે, તેમણે પોતાનું જૂનું LPG કનેક્શન જમા કરાવી દેવું. આ નિયમ લોકોની સુવિધા માટે હતો, પણ છેતરપિંડી કરનારાઓને જાણે લોકોને લૂંટવાનો નવો રસ્તો મળી ગયો! આ ગઠિયાઓ હવે કંપનીના નામે જ ગ્રાહકોને મેસેજ કે ઇમેઇલ મોકલી રહ્યા છે અને LPG કનેક્શનની નવી સર્વિસ અથવા નવા કનેક્શનના નામે ઓનલાઈન પેમેન્ટ માંગીને સીધી જ છેતરપિંડી કરી રહ્યા છે.

ફ્રોડની ફરિયાદો સતત વધતાં ઇન્ડિયન ઓઇલે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને લોકોને સાવચેત કર્યા છે. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "તમારો વિશ્વાસ અમારા માટે બહુ કિંમતી છે, તેને આવા છેતરપિંડી કરનારાઓના હાથમાં ન જવા દો. કેટલાક ફ્રોડ લોકો નવા LPG કનેક્શન અને તેની સંબંધિત સેવાઓના નામે ગ્રાહકો પાસે પૈસા માંગી રહ્યા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. આવા લોકોથી સાવધ રહો. કોઈપણ માહિતી માત્ર કંપનીની સત્તાવાર ચેનલો પરથી જ ચેક કરો અને પેમેન્ટ પણ ફક્ત અધિકૃત પ્લેટફોર્મ પર જ કરો. સતર્ક રહો, સાચી માહિતી રાખો અને સુરક્ષિત રહો."

આ પણ વાંચોઃ ગેસ બિલ ઘટાડવું છે? જાણો LPG અને PNG માંથી તમારા માટે કયો વિકલ્પ વધુ સસ્તો અને બેસ્ટ છે!

આજકાલ આવા ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે, એટલે થોડી સાવચેતી રાખવી બહુ જરૂરી છે. જો તમારા મોબાઈલ કે ઈમેલ પર ગેસ કનેક્શનના નામે કોઈ લિંક કે મેસેજ આવે, અને તેમાં પૈસા માંગવામાં આવ્યા હોય, તો આંખ બંધ કરીને પેમેન્ટ ક્યારેય ન કરતા. પહેલા હંમેશા તમારી ગેસ એજન્સીમાં જઈને અથવા તેમની સત્તાવાર વેબસાઈટ પર જઈને ખાતરી કરી લો. છતાં પણ જો તમારી સાથે છેતરપિંડી થઈ જાય, તો ગભરાયા વગર સૌથી પહેલા સાયબર ક્રાઇમમાં પોતાની ફરિયાદ જરૂર નોંધાવો.

આ પણ વાંચોઃ ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત

Frequently Asked Questions

ઇન્ડિયન ઓઇલ દ્વારા કઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે?

ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને LPG કનેક્શન સંબંધિત છેતરપિંડી કરતા સાયબર ગઠિયાઓથી સાવચેત રહેવા જણાવ્યું છે. તેઓ નવા કનેક્શન કે સર્વિસના નામે પૈસા પડાવી રહ્યા છે.

સાયબર ગઠિયાઓ ગ્રાહકોને કઈ રીતે છેતરી રહ્યા છે?

તેઓ કંપનીના નામે ગ્રાહકોને મેસેજ કે ઇમેઇલ મોકલે છે. નવા LPG કનેક્શન કે સર્વિસના બહાને ઓનલાઈન પેમેન્ટ માંગીને છેતરપિંડી કરે છે.

ગ્રાહકોએ છેતરપિંડીથી બચવા શું કરવું જોઈએ?

ગ્રાહકોએ કોઈપણ માહિતી માત્ર કંપનીની સત્તાવાર ચેનલો પરથી જ ચકાસવી. પેમેન્ટ પણ ફક્ત અધિકૃત પ્લેટફોર્મ પર જ કરવું જોઈએ.

જો છેતરપિંડી થઈ જાય તો શું કરવું?

જો તમારી સાથે છેતરપિંડી થઈ જાય, તો ગભરાયા વગર સૌથી પહેલા સાયબર ક્રાઇમમાં પોતાની ફરિયાદ જરૂર નોંધાવવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
Embed widget