શોધખોળ કરો

Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

મમતા મશીનરીના IPOનું સ્ટોક એક્સચેન્જમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું

Mamata Machinery IPO Listing: મમતા મશીનરીના IPOનું સ્ટોક એક્સચેન્જમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. 243 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇઝ ધરાવતો આ સ્ટોર 147 ટકાના વધારા સાથે 600 રૂપિયા પર લિસ્ટ થયો હતો. પરંતુ શેરમાં વધારો અહીં અટકાયો નહી અને લિસ્ટિંગ બાદ શેરમાં વધુ 5 ટકાનો વધારો થયો હતો. 5 ટકાના ઉછાળા સાથે શેર 630 રૂપિયા પર પહોંચ્યો હતો, જે પછી શેરમાં અપર સર્કિટ લાગી હતી. એટલે કે આ IPO એ રોકાણકારોને 160 ટકા વળતર આપ્યું છે.

243 રૂપિયાની ઇશ્યૂ કિંમતે નાણાં એકત્ર કર્યા

મમતા મશીનરીએ IPO દ્વારા મૂડીબજારમાંથી 179.39 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. અને IPOમાંના તમામ રૂપિયા 0.74 કરોડ શેરના ઓફર ફોર સેલ મારફતે એકઠા કર્યા હતા. કંપનીના IPOમાં 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી રોકાણ માટે અરજી કરી શકાતી હતી. 27 ડિસેમ્બરે સફળ રોકાણકારોને શેરની ફાળવણી કરવામાં આવી હતી. મમતા મશીનરીએ IPOની પ્રાઇસ બેન્ડ 230 થી 243 રૂપિયા નક્કી કરી હતી. જેમાં કંપનીના કર્મચારીઓને પ્રતિ શેર 12 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

IPO ને બમ્પર પ્રતિસાદ મળ્યો હતો.

મમતા મશીનરીના IPOને રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આઇપીઓ કુલ 195 ગણો સબસ્ક્રાઇબ થઇને ક્લોઝ થયો હતો. જેમાં સંસ્થાકીય રોકાણકારોની કેટેગરીમાં 235.88 ગણું, બિન-સંસ્થાકીય રોકાણકારોની કેટેગરીમાં 274 ગણું અને રિટેલ રોકાણકારોની કેટેગરીમાં 138 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.

મમતા મશીનરી શું કરે છે?

મમતા મશીનરી લિમિટેડની સ્થાપના 1979માં થઈ હતી. કંપની પ્લાસ્ટિકની થેલીઓ, પાઉચ, પેકેજિંગ અને એક્સટ્રુઝન ઇક્વિપમેન્ટ મશીનોનું ઉત્પાદન અને નિકાસ કરે છે. એફએમસીજી, ફૂડ અને બેવરેજ કંપનીઓ મમતા મશીનરીની ક્લાયન્ટ છે. 31 મે, 2024 સુધી કંપનીએ તેના મશીનોની 75 દેશોમાં નિકાસ કરી છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની આવક 210 કરોડ રૂપિયા હતી અને નેટ પ્રોફિટ 22.51 કરોડ રૂપિયા હતો. જ્યારે 2023-24માં આવક 241.31 કરોડ રૂપિયા હતી અને કંપનીને 36.13 કરોડ રૂપિયાનો નફો થયો હતો.                                                                                         

Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget