Stock Market Closing: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ ચઢ્યો તો નિફ્ટી 18,700ને પાર, ઓઇલ એન્ડ ગેસ-એફએમસીજીમાં ઉછાળો
શેર માર્કેટમાં આજે બુધવારે પણ ભારતીય શેરબજારમાં રોકાણકારોની ખરીદીના કારણે જોરદાર તેજી જોવા મળી રહી છે.
Stock Market Closing, 7th June, 2023: શેર માર્કેટમાં આજે બુધવારે પણ ભારતીય શેરબજારમાં રોકાણકારોની ખરીદીના કારણે જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે શેર માર્કેટમાં તેજી જોવા મળી છે, સેન્સેક્સ 350 પૉઇન્ટ ચઢ્યો છે, તો નિફ્ટી આજે 18,700ને પાર પહોંચી ગયો હતો. આજે માર્કેટ લીલા નિશાન પર બંધ થયુ હતુ. ખાસ વાત છે કે, આજના કારોબારમાં માર્કેટમાં ઓઇલ એન્ડ ગેસ, એફએમસીજી અને કેપિટલ ગુડ્સના ઇન્ડેક્સમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ તમામ સેક્ટરોમાં કારોબાર તેજી સાથે થઇ રહ્યો હતો.
આજે શેર બજારમાં બીએસસી સેન્સેક્સ 63,142.96એ બંધ રહ્યો હતો, આ દરમિયાન આમાં 56 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જેમાં 350 પૉઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત એનએસસી નિફ્ટી ઇન્કેસ 18,726.40એ બંધ રહ્યો હતો, નિફ્ટીમાં 127.40 પૉઇન્ટ સાથે 68 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનનો સ્ટાર પરર્ફોર્મર નિફ્ટી રહ્યો છે, જે 2023માં પ્રથમ વખત 18,700નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટી 123 પોઈન્ટના વધારા સાથે 18,723 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સમાં 342 પોઈન્ટનો વધારો થયો છે અને 63000ના આંકને પાર કરીને 63,137 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
ઇન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ટકાવારી ફેરફાર |
BSE Sensex | 63,119.67 | 63,161.92 | 62,841.95 | 0.52% |
BSE SmallCap | 31,534.54 | 31,565.16 | 31,262.26 | 1.15% |
India VIX | 11.44 | 11.54 | 9.64 | 0.55% |
NIFTY Midcap 100 | 34,390.10 | 34,417.95 | 34,150.40 | 0.01 |
NIFTY Smallcap 100 | 10,555.55 | 10,561.55 | 10,459.10 | 1.35% |
NIfty smallcap 50 | 4,811.35 | 4,815.30 | 4,768.25 | 1.32% |
Nifty 100 | 18,659.65 | 18,671.60 | 18,566.10 | 0.71% |
Nifty 200 | 9,850.35 | 9,856.65 | 9,799.00 | 0.76% |
Nifty 50 | 18,726.40 | 18,738.95 | 18,636.00 | 0.68% |
ભારતીય શેર બજાર માટે આજનું સત્ર ખુબ જ સારું રહ્યું હતુ. રોકાણકારોની ખરીદીને કારણે બજારના બંને મુખ્ય સૂચકાંકો તેમના ઐતિહાસિક ઉચ્ચ સ્તરની નજીક બંધ રહ્યા હતા. આજના ટ્રેડિંગ સેશનનો સ્ટાર પરર્ફોર્મર નિફ્ટી રહ્યો છે, જે 2023માં પ્રથમ વખત 18,700નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. જેથી સેન્સેક્સે 63,000નો આંકડો પાર કર્યો. અને તે તેના 63,583ના ઉચ્ચ સ્તરથી થોડા જ અંતરે છે.
આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 390 પોઈન્ટના ઉછાળા સાથે 63,182 પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 138 પોઈન્ટના ઉછાળા સાથે 18,737 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. 8,700નો આંકડો પાર કરવામાં સફળ રહી છે. નિફ્ટી 123 પોઈન્ટના વધારા સાથે 18,723 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સમાં 342 પોઈન્ટનો વધારો થયો છે અને 63000ના આંકને પાર કરીને 63,137 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
સેક્ટૉરિયલ અપડેટ -
આજના કારોબારમાં બજારમાં તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. નિફ્ટી સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પણ જોરદાર વધારો થયો હતો. નિફ્ટી મિડકેપમાં 354 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર વધીને બંધ થયા હતા જ્યારે 5 ઘટીને બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેર વધીને અને 8 ઘટીને બંધ રહ્યા હતા.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 289.07 લાખ કરોડ થયું હતું, જે મંગળવારે રૂ. 286.62 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.45 લાખ કરોડનો વધારો થયો છે.