શોધખોળ કરો
મારુતિની આ સૌથી પોપ્યુલર કાર થવાની છે મોંઘી, જાણો શું છે કારણ
અલ્ટો કે10ના ટેસ્ટિંગ મોડલને BS6 એમિશન ટેસ્ટ ઇક્વિપમેન્ટ અને લાલ રંગની નંબર પ્લેટ સાથે જોવા મળી હતી.

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી પોતાની નવી કારોને BS6 સાથે લોન્ચ કરી ચૂકી છે. એટલું જ નહીં કંપની 3 લાખતી વધારે BS6 મોડલ્સનું વેચાણ પણ કરી ચૂકી છે. હવે મારુતિ સુઝુકી BS6 અલ્ટો કે10 લાવવાની તૈયારીમાં છે. હાલમાં જ BS6 એન્જિનવાળી અલ્ટો ક10ને કંપનીના માનેસર સ્થિત પ્લાન્ટની પાસે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીર પણ લીક થઈ છે. અલ્ટો કે10ના ટેસ્ટિંગ મોડલને BS6 એમિશન ટેસ્ટ ઇક્વિપમેન્ટ અને લાલ રંગની નંબર પ્લેટ સાથે જોવા મળી હતી. લીક તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કારના લુકમાં કોઈ ફેરફાર નહીં થાય. જણાવીએ કે, અલ્ટોનું 800સીસી એન્જિનને પહેલા જ BS6માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. અલ્કો કે10ને 800સીસી વાળી અલ્ટોની મોટી બહેન કહેવામાં આવે છે અને તેમાં 1.0- લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. મારુતિએ આ પહેલા BS6માં અપગ્રેડ કરેલ કારોનો ટ્રેન્ડ જોઈએ તો BS6 અલ્કો કે10ની કિંમત 10-12 હજાર રૂપિયા સુધી વધી શકે છે. નવા એમિશન નોર્મ્સ અનુસાર અપગ્રેડ કરવા ઉપરાંત અલ્ટો કે10ની લાઈનઅપમાં કોઈ ફેરફાર કરવામાં નવીં આવે. જણાવીએ કે, 1 એપ્રિલ, 2020થી દેશમાં બીએસ6 એમિશન નિયમ લાગુ થઈ જશે. અલ્કો ક10માં 998 સીસીનું એન્જિન છે, જે 67.1 બીએચપીનો પાવર જનરેટ કરે છે. BS6માં અપગ્રેડ થયા બાદ પણ તેનું પાવર આઉટપુટ આટલું જ રહેવાની ધારણા છે. આ એન્જિનની સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સની સાથે ઓપ્શન છે. હાલમાં આ કારની કિંમત 3.61થી 4.4 લાખ રૂપિયાની વચ્ચે છે. મારુતિ સુઝુકીના પોર્ટફોલિયોમાં હાલમાં BS6 કમ્પ્લાયન્ટ એન્જિનવાળી 6 કાર છે. તેમાં અર્ટિગા, એક્સએલ6, ડિઝાયર, બલેનો, સ્વિફ્ટ, વેગનઆર, એસ-પ્રેસો અને 800સીસી એન્જિનવાળી અલ્ટો સામેલ છે.
વધુ વાંચો




















