શોધખોળ કરો
Advertisement
યુવકે દેશના આ દિગ્ગજ બિઝનેસમેન પાસે ગિફ્ટમાં માગી એસયૂવી, જવાબ મળ્યો- “મારો ધંધા બંધ થઇ જશે”
આનંદ મહિન્દ્રા અનેક વખત લોકોને ભેટમાં ગાડી આપી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં તેમને સૌથી એક્ટિવ બિઝનેસમેન તરીકે જોવામાં આવે છે.
નવી દિલ્હીઃ વાહન બનાવતી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનું એક રોચક ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેના ટ્વીટને 20 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. એક ફેન્સે અચાનક મહિન્દ્રા પાસે ગિફ્ટમાં એક એસયૂવી આપવાની માગ કરી દીધી.
વિપુલ નામના યુઝર્સે સોશિયલ મીડિયામાં મંગળવારે ટ્વિટ કરીને મહિન્દ્રાને કહ્યું કે "સર હું તમારો મોટો પ્રશંસક છું. અને શું તમે મારા જન્મદિવસ પર મને મહિન્દ્રા થાર ગીફ્ટ કરશો."
આ ટ્વીટ પર આનંદ મહિનદ્રાએ રમજૂ અંદાજમાં જવાબ આપતા કહ્યં કે, "તમારા અતિશય આત્મવિશ્વાસને હું પૂરા માર્ક આપું છું. પણ દુર્ભાગ્યવશ હું આમ નહીં કરું. મારો ધંધા બંધ થઇ જશે." સાથે જ મહિન્દ્રાએ વિપુલ માટે એક ખાસ શબ્દ Chutzpahનો પણ ઉપયોગ કરી તેનો મતલબ સમજાવ્યો. આ ટ્વિટને અત્યાર સુધી 20 હજારથી વધુ લાઇક મળી ચૂક્યા છે. અને બીજા અન્ય યુઝર્સ પણ આ અંગે રસપ્રદ ટિપ્પણી કરી રહ્યા છે.
Word lesson of the day: CHUTZPAH /ˈxʊtspə,ˈhʊtspə/ noun extreme self-confidence or audacity (usually used approvingly). "love him or hate him, you have to admire Vipul’s chutzpah" Full marks for chutzpah, Vipul, but unfortunately I can’t say yes. Mera dhandha bund ho jayega! 😊 https://t.co/wzsUsCZBkM
— anand mahindra (@anandmahindra) August 16, 2019
ઉલ્લેખનીય છે કે આનંદ મહિન્દ્રા અનેક વખત લોકોને ભેટમાં ગાડી આપી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં તેમને સૌથી એક્ટિવ બિઝનેસમેન તરીકે જોવામાં આવે છે. ટ્વિટર પર તેમના 71 લાખથી પણ વધુ ફોલોવર આજ કારણે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion