શોધખોળ કરો

Meta: માર્ક ઝકરબર્ગે છટણી બાદ લીધો વધુ એક મોટો નિર્ણય, કર્મચારીઓ હવે નહીં કરી શકે.....

Meta: સતત છટણી બાદ કંપની હવે તેના કર્મચારીઓના ઘરેથી કામ સમાપ્ત કરવા જઈ રહી છે. આ અંતર્ગત હવે મેટાના કર્મચારીઓએ સપ્ટેમ્બરથી અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાંથી કામ કરવું પડશે.

Mark Zuckerberg: ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ તેના કર્મચારીઓને લઈને સતત ગાઈડલાઈન્સ જારી કરી રહી છે. સતત છટણી બાદ કંપની હવે તેના કર્મચારીઓના ઘરેથી કામ સમાપ્ત કરવા જઈ રહી છે. આ અંતર્ગત હવે મેટાના કર્મચારીઓએ સપ્ટેમ્બરથી અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાંથી કામ કરવું પડશે. જો કે, જે કર્મચારીઓ હવે જ્યાં છે ત્યાંથી કામ કરી રહ્યા છે તેઓ ત્યાંથી કામ કરી શકશે.

ત્રણ દિવસ ઓફિસથી કામ કર્યા પછી સારું પરિણામ

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કંપની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી આવું કરી રહી છે. મેટા કંપનીના આ નિર્ણયને લઈને થોડા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે માર્ચમાં જણાવ્યું હતું કે આંતરિક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ટીમ સાથે કામ કરવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસ આવવાથી સારું પ્રદર્શન થાય છે. આ સાથે Meta CEO ઝકરબર્ગે પણ છટણી બાદ પોતાના કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

માર્ચમાં 10,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી

માર્ચમાં મેટાએ તેના 10,000 કર્મચારીઓની છટણી કરીને બહારનો રસ્તો બતાવ્યો હતો. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે માર્ચમાં જણાવ્યું હતું કે છટણીનો બીજો રાઉન્ડ આગામી થોડા મહિનામાં ત્રણ તબક્કામાં પૂર્ણ થશે.   મેટા એકમાત્ર એવી કંપની નથી જે કર્મચારીઓની છટણીની અસર જોઈ રહી છે. એમેઝોન જેવી કંપનીઓમાં પણ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.

હવે લક્ઝુરિયસ કાર બનાવતી કંપની રોલ્સ રોયસ કરશે છટણી

વિશ્વમાં મોંઘી અને લક્ઝરી બ્રાન્ડની કાર વેચવા માટે પ્રખ્યાત કંપની રોલ્સ રોયસના કર્મચારીઓની નોકરી પર તલવાર લટકી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની મોટી છટણી કરી શકે છે. કંપની હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. ધ ટાઈમ્સે અહેવાલમાં જણાવ્યું છે કે લક્ઝરી કાર નિર્માતા કંપનીએ આ અંગે સલાહ આપવા માટે મેકિન્સેસે એન્ડ કંપનીના નેતૃત્વમાં સલાહકારોની નિમણૂક કરી છે. કંપની તેના વૈશ્વિક વર્કફોર્સમાંથી 3,000 કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે. કંપનીએ તેની કામગીરી સુધારવા માટે આ છટણીની તૈયારીઓ કરી છે. પ્રવક્તાને ટાંકીને બ્લૂમબર્ગે કહ્યું હતું કે કંપની ઘણા ફેરફારો પર કામ કરી રહી છે. આ તમામનો હેતુ કંપનીની કામગીરીમાં સુધારો કરવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget