શોધખોળ કરો

Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યમાં ગરમી વચ્ચે હવે હવામાનનો મિજાજ બદલાવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આજથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે.

Weather Update:રાજ્યમાં આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં કરવામાં આવી છે.  રાજ્યમાં ગરમી વચ્ચે હવે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગે આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.. આજે બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લુણાવાડા અને સંતરામપુર સહિતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બાલાસિનોર, ખાનપુર અને વિરપુર વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને 30 મેથી 4 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે.અંબાલાલ પટેલના અનુમાન મુજબ 7 અને 8 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ દિવસોમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બને તો કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે 4 જૂન સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 ઈંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં 1 ઈંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે, જ્યારે વડોદરા અને મહીસાગરમાં પણ એક ઈંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 અને 31 મે બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટી શકે છે અને લોકોને રાહત મળી શકે છે.

આ પણ વાંચો: Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી

ચોમાસા અંગે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

બીજી તરફ ભારતીય હવામાન વિભાગે ચાલુ વર્ષના ચોમાસાને લઈને ચિંતાજનક અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ અલ નીનોની અસરને કારણે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે અને સરેરાશ કરતાં આશરે 90 ટકા વરસાદ થવાની શક્યતા છે. વિભાગે ગુજરાત સહિત દેશના આઠ રાજ્યોમાં જૂન મહિનામાં પણ હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોની અસરના કારણે વાતાવરણમાં અણધાર્યા ફેરફારો જોવા મળી શકે છે. નબળા ચોમાસાના કારણે કૃષિ ઉત્પાદન પર અસર થવાની અને મોંઘવારી વધવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેરળમાં ચોમાસાનું વહેલું આગમન

આ તરફ કેરળમાં આ વર્ષે ચોમાસાનું આગમન સામાન્ય સમય કરતાં વહેલું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સેટેલાઇટ તસવીરોમાં અરબી સમુદ્ર અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. દેશભરમાં એકસાથે વરસાદની બે મોટી સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે અને વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget