Minor's Demat account: બાળકોના નામ પર કેવી રીતે ઓપન કરાવશો ડીમેટ એકાઉન્ટ? અહી જાણો નિયમો અને પ્રોસેસ
How to Open Demat Account for Minors:બાળકો માટે ખોલવામાં આવેલ ડીમેટ એકાઉન્ટ માઇનોર ડીમેટ એકાઉન્ટ કહેવાય છે
Minor's Demat account: શેરબજાર રોકાણ માટે લોકોમાં ધીરે ધીરે લોકપ્રિય થઇ રહ્યું છે. નવી પેઢીમાં એવા ઘણા લોકો છે જેઓ તેમના પૈસા બેન્કોમાં રાખવાને બદલે શેરબજારમાં રોકવાનું પસંદ કરે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે શેરબજારમાં વળતર બેન્કોના સેવિંગ્સ એકાઉન્ટ અથવા એફડી કરતાં ઘણું વધારે છે. જો કે, કેટલીકવાર લોકોને સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
લોકોમાં માહિતીનો અભાવ છે
ઉદાહરણ તરીકે જો તમે તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રોકાણ કરવા માંગો છો, તો બેન્કો અથવા પોસ્ટ ઓફિસમાં ઘણા સરળ અને લોકપ્રિય વિકલ્પો ઉપલબ્ધ હશે. સુકન્યા સમૃદ્ધિ યોજના, FD-RD સહિતના વિકલ્પો છે. વ્યક્તિ લક્ષ્ય મુજબ રોકાણના માધ્યમો શોધી શકે છે. શેરબજારના કિસ્સામાં આવી વિશિષ્ટ પ્રોડક્ટ ઉપલબ્ધ નથી. જો કે, તમે તમારા બાળકો માટે શેરબજારમાં સરળતાથી રોકાણ કરી શકો છો. આ માટે તમારી પાસે માત્ર માહિતી હોવી જરૂરી છે.
સૌથી જરૂરી છે ડીમેટ એકાઉન્ટ
શેરબજારમાં રોકાણ કરવા માટે સૌથી મહત્વની વસ્તુ ડીમેટ એકાઉન્ટ છે. મતલબ, જો તમે તમારા બાળક માટે ડીમેટ ખાતું ખોલો છો, તો તમારી બધી સમસ્યાઓ અહીં સમાપ્ત થાય છે. તો આપણે માત્ર એ જોવાનું છે કે આપણે બાળકો માટે ડીમેટ ખાતું ખોલાવી શકીએ કે નહીં? તેની પ્રક્રિયા શું છે?
આ રીતે ઓપન કરાવી શકાય
બાળકો માટે ખોલવામાં આવેલ ડીમેટ એકાઉન્ટ માઇનોર ડીમેટ એકાઉન્ટ કહેવાય છે. માઇનોર ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા માટે કોઈ લઘુત્તમ વય મર્યાદા નથી. આનો અર્થ એ છે કે તમારું બાળક ગમે તેટલું નાનું હોય તમે શેરમાં રોકાણ કરી શકો છો કારણ કે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાની સુવિધા ઉપલબ્ધ છે. નોંધનીય છે કે માઇનોર ડીમેટ એકાઉન્ટ જોઇન્ટ એકાઉન્ટની જેમ ઓપન થતું નથી તેને માતાપિતા અથવા વાલી સાથે ઓપન કરાવવાનું હોય છે.
માઇનોર ડીમેટ એકાઉન્ટ માટે જરૂરી દસ્તાવેજો
-માતાપિતા અથવા વાલીનું PAN કાર્ડ
-માતાપિતા અથવા વાલીનો સરનામાનો પુરાવો. આ માટે તમે આધાર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી વગેરે આપી શકો છો.
-બાળકનું જન્મ પ્રમાણપત્ર. બાલ આધાર, શાળા ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા બોર્ડની માર્કશીટનો પણ ઉપયોગ કરી શકાય છે.
-માતાપિતાએ સેબીની કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. તેમના પર શેરબજારના કોઈ નિયંત્રણો ન હોવા જોઈએ.
-બાળકના નામે બેન્કમાં એકાઉન્ટ