Multibagger Stock: આ કંપનીના સ્ટોકે 23 વર્ષમાં બમ્પર વળતર આપ્યું, 1 લાખનું રોકાણ અત્યારે 50 કરોડ રૂપિયા થઈ ગયું
નાણાકીય વર્ષ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એકીકૃત ધોરણે કંપનીની ગ્રોસ-ઓપરેટિંગ આવક રૂ. 3,894.7 કરોડ હતી.
Multibagger Stock In India: SRF લિમિટેડ શેરે તેના રોકાણકારોને લાંબા ગાળે છપ્પરફાડ વળતર આપ્યું છે. SRF Ltd. આજે 75 થી વધુ દેશોમાં બિઝનેસ કરે છે. વર્ષ 1999માં કંપનીના શેરની કિંમત 2.06 રૂપિયા હતી જે હવે 2,604.90 રૂપિયા થઈ ગઈ છે. શુક્રવારે SRF લિમિટેડનો સ્ટોક 2.30 ટકાના ઘટાડા સાથે રૂ. 2,604.90 પર બંધ થયો હતો. આ મલ્ટિબેગર સ્ટોક 1 જાન્યુઆરી, 1999ના રોજ રૂ. 2.06 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અત્યાર સુધીમાં આ સ્ટોક 126,351.46 ટકા વધ્યો છે.
જો કોઈએ 1999માં આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેને તે સમયે 48,543 શૅર મળ્યા હતા. કંપનીએ 13 ઓક્ટોબર 2021ના રોજ બોનસ શેર પણ આપ્યા હતા. કંપનીએ 4:1ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. બોનસ શેર પછી, 1999માં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકાર પાસે 1,94,172 હતા. જો આજના ભાવથી SRF શેર પર નજર કરીએ તો 1,94,172 શેરની કિંમત હવે 50.67 કરોડ રૂપિયા થાય છે.
નફો અને શેર
સૂત્રોના જણાવ્યા અનુસાર, SRF લિમિટેડ (SRF)નો સ્ટોક હવે પોતાને વધુ નફો આપી શકે છે. આ જ કારણ છે કે બ્રોકરેજ ફર્મ શેરખાને તેને બાય રેટિંગ આપ્યું છે. SRF Ltd. ફ્લોરોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, પેકેજીંગ ફિલ્મ્સ, ટેકનિકલ ટેક્સટાઈલ, કોટેડ ફેબ્રિક્સ અને લેમિનેટેડ ફેબ્રિક્સનું ઉત્પાદન કરે છે. તે એક લાર્જ કેપ કંપની છે. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે રૂ. 77,159.38 છે.
પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોથમાં ઉછાળો આવ્યો
નાણાકીય વર્ષ 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એકીકૃત ધોરણે SRFની ગ્રોસ-ઓપરેટિંગ આવક રૂ. 3,894.7 કરોડ હતી. ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 44.3 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીનો ટેક્સ પછીનો નફો પણ વાર્ષિક ધોરણે 53.8 ટકા વધ્યો છે. આ પછી તે 608 કરોડ રૂપિયા થઈ ગયો.