મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો 30 સપ્ટેમ્બર પહેલા નોમિની એડ કરો, નહી તો ફ્રીઝ થશે એકાઉન્ટ
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે.
Mutual Fund Nomination Deadline: જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. જો તમે તેમાં રોકાણ કર્યું છે, પરંતુ નોમિની એડ નથી કર્યા તો આ કામ 30 સપ્ટેમ્બર, 2023 પહેલા પૂર્ણ કરી લો. નોંધનીય છે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અગાઉ નોમિનેશનની સમયમર્યાદા 31 માર્ચ, 2023 સુધી નક્કી કરી હતી પરંતુ બાદમાં તેમાં 6 મહિનાનો વધારો કરવામા આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે આ કામ પૂર્ણ કરવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય છે.
25 લાખ રોકાણકારોએ તેમના નોમિની અપડેટ કર્યા નથી
દેશમાં ઘણા એમએફ રોકાણકારો છે જેમણે નોમિનેશનનું કામ પૂર્ણ કર્યું નથી. રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ)ના ડેટા અનુસાર, 25 લાખથી વધુ એવા પાન કાર્ડ ધારકો છે જેમણે તેમના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું નથી. મની કંટ્રોલના અહેવાલ અનુસાર, KFintechનો ડેટા તેમાં સામેલ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં નોમિનેશન પૂર્ણ ન કરનારા લોકોની સંખ્યા વધી જશે.
જો નોમિનેશન પૂર્ણ નહી થાય તો શું થશે?
સેબીના નોટિફિકેશન મુજબ, જો કોઈ રોકાણકાર 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો આવા એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવશે. આ પછી તમે તમારા ખાતામાંથી કોઈ ઉપાડ કે રોકાણ કરી શકશો નહીં. આવી સ્થિતિમાં આ સમસ્યાથી બચવા માટે આ કાર્યને જલદીથી પૂર્ણ કરો.
કેવી રીતે નોમિનેશન કરવું
તમે મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન વર્ક ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો. જેમણે ઑફલાઇન મોડ દ્વારા રોકાણ કર્યું છે તેઓએ ફોર્મ ભરવું જોઈએ અને તેને સીધા જ RTA (રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ)ને સબમિટ કરવું જોઈએ. જ્યારે ઓનલાઈન માધ્યમમાં તમારે લોગિન કરીને ફક્ત ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન મારફતે નોમિનેશનલ પૂર્ણ કરી શકો છો.