શોધખોળ કરો

બજેટમાં ઘર ખરીદનારાઓને મળી શકે છે મોટી રાહત, પાંચ લાખ સુધીનું વ્યાજ થઇ શકે છે ટેક્સ ફ્રી

આ વખતે બજેટમાં હોમ લોન લેનારા લોકોને મોટી રાહત મળી શકે છે

આ વખતે બજેટમાં હોમ લોન લેનારા લોકોને મોટી રાહત મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, સરકાર બજેટમાં 5 લાખ રૂપિયા સુધીના વ્યાજને ટેક્સ ફ્રી કરી શકે છે. આ માટે NAREDCO અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ આગામી બજેટમાં હાઉસિંગ લોન પર વ્યાજની ચુકવણી માટે કપાતની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે આનાથી મકાનોની કિંમતો અને વ્યાજ દરોમાં વધારા વચ્ચે મકાનોની માંગમાં વધારો થશે. રિયલ એસ્ટેટ કંપનીઓ એફોર્ડેબલ હાઉસિંગની માંગ અને પુરવઠાને વધારવા માટે કેટલાક ટેક્સ પ્રોત્સાહનો પણ માંગી રહી છે.

હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટમાં વધારો

NAREDCO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવકવેરા કાયદાની કલમ 24 હેઠળ પોતાને રહેવા માટેની સંપત્તિ માટે લોન પર વ્યાજ કપાતની મર્યાદા 2 લાખ રૂપિયા સુધી છે. નિવેદન અનુસાર, વધતી જતી પ્રોપર્ટીની કિંમતો અને વ્યાજ દરોને ધ્યાનમાં રાખીને આ મર્યાદાને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા સુધી વધારવાની જરૂર છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NARDECO)ના ચેરમેન જી. હરિ બાબુએ જણાવ્યું હતું કે જો આ ભલામણો લાગુ કરવામાં આવશે તો તેનાથી આ ક્ષેત્રની કંપનીઓને જરૂરી રાહત તો મળશે જ પરંતુ હાઉસિંગ સેક્ટરમાં માંગ પણ વધશે.

માંગ અને પુરવઠામાં વધઘટ

હાઉસિંગ ડોટ કોમ અને પ્રોપટાઈગર ડોટ કોમના સીઈઓ (ગ્રુપ) ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં મેટ્રો અને મધ્યમ શહેરોમાં પોસાય તેવા મકાનોની માંગ અને પુરવઠામાં વધઘટનું વલણ જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે તેથી આગામી બજેટમાં યુનિટ દીઠ 15-75 લાખ રૂપિયાની કિંમતના મકાનોની માંગ અને પુરવઠા બંનેને પરત લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યાજ સબસિડી કાર્યક્રમ રજૂ કરવાથી સંભવિત ઘર ખરીદદારોને અસરકારક રીતે પ્રોત્સાહિત કરી શકાય છે.

એમઆરજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રજત ગોયલે જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ દેશમાં બીજા નંબરનું સૌથી મોટું રોજગાર પેદા કરતું ક્ષેત્ર છે. આવી સ્થિતિમાં આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે આગામી બજેટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે સિંગલ-વિન્ડો મંજૂરી સિસ્ટમ આપવાથી સેક્ટરને પ્રોત્સાહન મળશે. એસ્કોન ઇન્ફ્રા રિયલ્ટર્સના મેનેજિંગ ડિરેક્ટર નીરજ શર્માએ પણ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રી સ્ટેટસ અને સિંગલ-વિન્ડો એપ્રુવલ સિસ્ટમની પડતર માંગને ધ્યાનમાં રાખીને કંપનીઓને ઓછા વ્યાજ દરે લોન મેળવવામાં મદદ મળશે અને ટેક્સ ઇન્સેન્ટિવનો લાભ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget