શોધખોળ કરો
RBIની જાહેરાત- ડિસેમ્બરથી 24 કલાક NEFTની સુવિધા મળશે
ડિસેમ્બર 2019થી તમે 24 કલાક NEFTનો ઉપયોગ કરી ફંડ ટ્રાન્સફર કરી શકશે
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક દ્ધારા જાહેર કરવામાં આવેલી મૌદ્રિક પોલિસીમાં રેપો રેટમાં 0.35 ટકાના ઘટાડોની જાહેરાત કરી હતી. જેમાં જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડા સહિતની અનેક મોટી જાહેરાતો કરવામાં આવ્યા છે. જેમાં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) સાથે જોડાયેલી જાહેરાત તમારા માટે સારા સમાચાર લાવી છે. ડિસેમ્બર 2019થી તમે 24 કલાક NEFTનો ઉપયોગ કરી ફંડ ટ્રાન્સફર કરી શકશે. હાલમાં આ સેવા મહિનાના બીજા અને ચોથા શનિવારને છોડીને તમામ વર્કીગ ડે પર સવારે આઠ વાગ્યાથી રાતના સાત વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ડિસેમ્બરથી NEFT સિસ્ટમ સાતે દિવસ 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ મારફતે રિટેલ મેન્ટ સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફાર આવવાની સંભાવના છે.
NEFT મારફતે ગ્રાહક દેશને કોઇ પણ બેન્કથી બીજી બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. છેલ્લીવાર આરબીઆઇએ દેશમાં આરટીજીએસ અને એનઇએફટી મારફતે કરનારા ટ્રાજેક્શનને મફત કરી દીધું હતું. બેન્કે કહ્યું કે, તે પ્રીપેડ રિચાર્જસને છોડીને તમામ બિલપેયર્સને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ લાવશે. બીપીપીએસ હેઠળ હાલમાં ડીટીએચ. ઇલેક્ટ્રિસિટી, ગેસ, ટેલિકોમ અને પાણીના બિલ આવે છે. આશા રાખવામાં આવી રહી છે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આરબીઆઇ તેની વિસ્ત જાણકારી આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement