શોધખોળ કરો

ભારતમાં લોન્ચ થઈ નવી Honda Civic, જાણો કિંમત અને ફિચર્સ

નવી દિલ્હી: જાપાની ઓટોમેકર હોન્ડાએ ભારતમાં પોતાની નવી કાર Honda Civic લોન્ચ કરી છે. કંપનીએ 2012માં 8th જનરેશન Civic બંધ કરી હતી. ત્યરબાદ હવે 10 th જનરેશન મોડલ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું બુકિંગ પણ ફેબ્રુઆરીથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કંપની મુજબ, Civic લાઈન અપ 170 દેશોમાં વેચવામાં આવે છે. કંપનીએ સમગ્ર દુનિયામાં 2.5 કરોડ Civic વેચી છે. જેને 46 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી સતત વેચાણ થઈ રહ્યું છે. કંપની મુજબ નવી Civicનું માત્ર 20 દિવસમાં 1100 બુકિંગ થયું છે. ફર્સ્ટ જનરેશન Civic 1972માં લોન્ચ થઈ હતી જે 1979 સુધી ચાલી હતી. ત્યારબાદ બીજી જનરેશન આવી હતી. થર્ડ જનરેશન 84માં લોન્ચ થઈ, જ્યારે ચોથી જનરેશન 87માં હવે નવી Civic 10th જનરેશન આવી છે. 2019 Honda Civic ના ફિચર્સની વાત કરવામાં આવે તો ટોપ મોડલમાં 7 ઈંચનું ટચ સ્ક્રીન ઈનફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ કારમાં ડ્યૂઅલ ઓટોમેટિક ક્લાઈમેન્ટ કંટ્રોલ આપવામાં આવ્યું છે. રિમોટ એન્જીન સ્ટાર્ટ સાથે તેમાં એન્જીન સ્ટાર્ટ સ્ટોપ બટન પણ આપવામાં આવ્યું છે. 2019 Honda Civic અલગ-અલગ પાંચ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ એક નવો પ્લેટિનમ વાઈટ પર્લ કલર પણ લોન્ચ કર્યો છે. ઈન્ટિરિયરની વાત કરવામાં આવે તો લેધર અને પ્રીમિયમ ફેબરિક કોમ્બિનેશન આપવામાં આવ્યું છે. Honda Civicની ડિઝાઈનની વાત કરવામાં આવે તો બહારથી ખૂબ જ શાનદાર લાગે છે. કારની આગળ અને પાછળનો ભાગ એકદમ અલગ બનાવવામાં આવ્યો છે. 18 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. એન્જીનની વાત કરવામાં આવે તો પેટ્રોલમાં 1.8 લીટર iVTEC એન્જીન છે જે 139bhp નું છે અને 174nm ટોર્ક આપે છે. ડીઝલ એન્જીન 1.6 લીટરનું છે અને i-DTEC છે. આ 118bhp નું છે અને 300Nm ટોર્ક જનરેટ કરે છે. Honda Civic 2019 Price List Petrol V CVT: Rs. 17,69,900 VX CVT: Rs. 19,19,900 ZX CVT: Rs. 20,99,900 Diesel VX MT: Rs. 20,49,900 ZX MT: Rs. 22,29,900 વાંચો : AUDI એ ભારતમાં લોન્ચ કરી લાઇફસ્ટાઇલ એડિશન, જાણો શું છે કિંમત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ

HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?

Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ

BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર

Embed widget