શોધખોળ કરો
Advertisement
નાણા મંત્રાલય જાહેર કરશે એક રૂપિયાની નવી નોટ, જાણો કલર અને ડિઝાઈન વિશે
નાણા મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં એક રૂપિયાની નવી કરન્સી નોટ જાહેર કરવાની છે. આ એક રૂપિયાની નવી નોટ નાણાં મંત્રાલય દ્વારા છાપવામાં આવશે.
નવી દિલ્હી: નાણા મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં એક રૂપિયાની નવી કરન્સી નોટ જાહેર કરવાની છે. આ એક રૂપિયાની નવી નોટ નાણાં મંત્રાલય દ્વારા છાપવામાં આવશે. આ નવી એક રૂપિયાની નોટમાં સૌથી ઉપર ભારત સરકાર લખેલું હશે, જ્યારે અન્ય નોટો પર ઉપરથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે.
નોટમાં નાણાં મંત્રાયલના સચિવ અતનુ ચક્રવર્તીના હસ્તાક્ષર હશે. અન્ય નોટોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી હોય છે. આ નવી એક રૂપિયાની નોટમાં સત્યમેવ જયતે, નંબરિંગ પેનલમાં કેપિટલ ઇનસેટ લેટર 'એલ' હશે. નોટમાં પહેલા ત્રણ અલ્ફાન્યુમરિક આકારમાં હશે. નોટમાં પ્રતીકરૂપે અનાજની ડિઝાઇન હશે, જે દેશનમા કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવશે.
એક રૂપિયાની કરન્સી નોટનો રંગ ગુલાબી હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નવી નોટ 9.7 x 6.3 સે.મી લંબચોરસ સાઈઝની હશે, આ નવી નોટ પર 'ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા'થી ઉપર 'ભારત સરકાર' ઉપર લખવામાં આવશે. એક રૂપિયાના મૂલ્યવર્ગની નોટોમાં મલ્ટિ ટોનલ વોટરમાર્ક હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement