શોધખોળ કરો

‘હું જ મારો બોસ, નોકરી કોણ કરે.....’ આગામી સમયમાં બદલવા જઈ રહ્યું છે જોબ માર્કેટ, જાણો લોકોને કેવું કામ પસંદ છે

Self Employment: દિગ્ગજ રોકાણકાર નવલ રવિકાંતનો દાવો છે કે આવનારા સમયમાં ગિગ ઇકોનોમી અને નાના સ્ટાર્ટઅપ્સ ઝડપથી વધશે. સ્વરોજગાર દ્વારા લોકો સ્વતંત્રતાથી કામ કરવાનું પસંદ કરશે.

Self Employment: દેશમાં નોકરીઓની સ્થિતિ અંગે સમયાંતરે પ્રશ્નો ઉઠતા રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના આગમન પછી છટણીનો દોર ભવિષ્ય અંગે આશંકાઓ ઊભી કરી રહ્યો છે. લોકોના મનમાં વારંવાર એ પ્રશ્ન ઊઠે છે કે આગળ જતાં નોકરીઓનું શું થશે. જોકે, નિષ્ણાતો ભવિષ્યને અલગ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે. તેમનો દાવો છે કે આગળ જતાં કોઈ નોકરી કરશે જ નહીં. દરેક વ્યક્તિ માત્ર પોતાના માટે કામ કરશે. બોસ જેવા શબ્દો શબ્દકોશમાંથી જ ગાયબ થઈ જશે.

ગિગ ઇકોનોમી અને નાના સ્ટાર્ટઅપ્સ જ છે ભવિષ્ય

દિગ્ગજ રોકાણકાર નવલ રવિકાંતે કામના ભવિષ્ય વિશે વાત કરતા કહ્યું કે માહિતી ટેકનોલોજીને કારણે સ્વરોજગાર ઝડપથી વધશે. હાલમાં નોકરીના પરંપરાગત રીતો ભવિષ્યમાં કામ નહીં કરે. તેમણે કહ્યું કે ગિગ ઇકોનોમી અને નાના સ્ટાર્ટઅપ્સ જ ભવિષ્ય હશે. આના કારણે માત્ર લોકોમાં કામનો સંતોષ જ નહીં વધે, પરંતુ તેમની ઉત્પાદકતામાં પણ વધારો થશે. આગામી 50 વર્ષમાં નોકરીઓ સંપૂર્ણપણે બદલાઈ જશે. લોકો પોતાના માટે કામ કરવા લાગશે. આપણે ઔદ્યોગિક યુગમાંથી માહિતી યુગ તરફ આગળ વધી રહ્યા છીએ.

ભવિષ્યમાં લોકો સ્વતંત્રતાથી કામ કરશે

નવલ રવિકાંત ઉબર અને ટ્વિટર જેવી દિગ્ગજ કંપનીઓના રોકાણકાર રહ્યા છે. તેમનું કહેવું છે કે આવનારા સમયમાં લોકો પોતે રોજગાર ઊભો કરવા પર સૌથી વધુ ભાર આપશે. એક પોડકાસ્ટ દરમિયાન તેમણે કહ્યું કે આજે જે નોકરીઓ છે, તે આગામી 50 વર્ષમાં નહીં હોય. આજે લોકો જે રીતે કામ કરી રહ્યા છે, તે રીતે 50 વર્ષ પછી નહીં કરે. આપણે હવે માહિતીના યુગમાં આવી ગયા છીએ. તેમણે આપણા પૂર્વજોનું ઉદાહરણ આપ્યું જેઓ આદિવાસી સમુદાયોમાં રહીને સ્વતંત્રપણે પોતાનું કામ કરતા હતા. તેમણે કહ્યું કે પહેલા કૃષિ યુગ આવ્યું અને પછી ઔદ્યોગિક યુગ, જેમાં આપણે મોટી ફેક્ટરીઓમાં એક નિશ્ચિત સમયપત્રક પ્રમાણે કામ કરવાનું શરૂ કર્યું. આનાથી આપણી વ્યક્તિગત સ્વતંત્રતા છીનવાઈ ગઈ. હવે લોકો ભવિષ્યમાં સ્વતંત્રતાથી કામ કરશે.

લોકો કોર્પોરેટ માળખાથી કંટાળી ગયા છે

તેમણે કહ્યું કે આ જ કારણ છે કે હવે સ્ટાર્ટઅપ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. લોકો કોર્પોરેટ માળખાથી કંટાળી ગયા છે. ટેકનોલોજીએ કામમાં ઓટોમેશન જેવી વસ્તુઓને સામેલ કરી દીધી છે. સ્ટાર્ટઅપ્સને કારણે ગિગ ઇકોનોમી પણ વધી રહી છે. લોકો પોતાનું કામ પસંદ કરી રહ્યા છે. સાથે જ મનફાવે તેમ રજાઓ પણ લઈ રહ્યા છે. લોકો હવે રિમોટ વર્કને પ્રાથમિકતા આપી રહ્યા છે. નવલ રવિકાંતે જણાવ્યું કે તેઓ પોતાની કંપનીમાં પણ આ સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકો નાની કંપનીઓમાં વધુ સર્જનાત્મક કામ કરી શકે છે.

ટોપ સ્ટોરી

ડિવોર્સ બાદ મળતી એલિમનીની રકમ પર પણ ભરવો પડે છે ટેક્સ? જાણો શું છે આવકવેરાના નિયમ
ડિવોર્સ બાદ મળતી એલિમનીની રકમ પર પણ ભરવો પડે છે ટેક્સ? જાણો શું છે આવકવેરાના નિયમ
Nvidia CEO જેન્સેન હુઆંગની જશે ખુરશી, બે-બે મહિલાઓ સાથે અફેરનો આરોપ
Nvidia CEO જેન્સેન હુઆંગની જશે ખુરશી, બે-બે મહિલાઓ સાથે અફેરનો આરોપ
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાચારની જેમ જીવનમાં પણ ડેડલાઇન જરૂરી, ન્યુઝ રૂમમાં બધુ જ શક્ય છે: PM મોદી
સમાચારની જેમ જીવનમાં પણ ડેડલાઇન જરૂરી, ન્યુઝ રૂમમાં બધુ જ શક્ય છે: PM મોદી
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
BSF Recruitment 2026: BSFમાં સબ ઈન્સ્પેક્ટર બનવાની તક, 1167 પદો માટે આજથી કરી શકાશે અરજી
BSF Recruitment 2026: BSFમાં સબ ઈન્સ્પેક્ટર બનવાની તક, 1167 પદો માટે આજથી કરી શકાશે અરજી
જમ્મુ-કાશ્મીરમાં બે SPOની હત્યાથી ખળભળાટ, આતંકવાદીઓને શોધવા સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં બે SPOની હત્યાથી ખળભળાટ, આતંકવાદીઓને શોધવા સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન
પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 18 આતંકીઓ ઠાર, 11 સુરક્ષાકર્મીઓના મોત
પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 18 આતંકીઓ ઠાર, 11 સુરક્ષાકર્મીઓના મોત
Embed widget