શોધખોળ કરો

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, હવે મોદી સરકાર નહીં કરે આ કામ! સુધારવામાં આવશે.....

Privatisation of government companies: સરકારની યોજના 200 સરકારી કંપનીઓની સ્થિતિ સુધારવાની છે. આ માટે લોંગ ટર્મ પરફોર્મન્સ અને પ્રોડક્શન ટાર્ગેટ્સ નક્કી કરવામાં આવશે.

No Privatization of PSU Companies: જે સરકારી કર્મચારીઓ મોદી સરકારની પ્રાઇવેટાઇઝેશન (Privatisation)ને પ્રોત્સાહન આપતી પોલિસીઓથી ડરી રહ્યા હતા, તેમના માટે રાહતભર્યા સમાચાર છે. ભારત સરકાર 200થી વધુ સરકારી કંપનીઓની સ્થિતિ સુધારવાની યોજના બનાવી રહી છે, જેથી તેમને વધુ નફાકારક બનાવી શકાય. આનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્રમક પ્રાઇવેટાઇઝેશન પ્રોગ્રામથી અલગ એક નવા વલણનો સંકેત મળે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે તેના એક અહેવાલમાં સરકારી સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.

વર્ષ 2021માં ભારતના 600 બિલિયન ડોલરના વિશાળ સરકારી ક્ષેત્રના એક મોટા ભાગના ખાનગીકરણ કાર્યક્રમની જાહેરાત થઈ હતી. પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા આ પ્રોગ્રામ ધીમો પડી ગયો હતો અને હવે ગઠબંધનની સરકાર આવ્યા બાદ પ્રાઇવેટાઇઝેશન પ્રોગ્રામનો વધુ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં નવી યોજના આવી શકે છે. આમાં આ કંપનીઓની માલિકીની જે જમીનનો ઉપયોગ નહીંવત્ થઈ રહ્યો છે તેને વેચવી અને અન્ય એસેટ્સનું મોનેટાઇઝેશન સામેલ છે. રિપોર્ટમાં પોલિસીની જાણકારી ધરાવતા 2 અધિકારીઓએ આ વાત કહી. સરકારનો આનાથી હેતુ આ નાણાકીય વર્ષમાં 24 અબજ ડોલર એકત્ર કરવાનો છે અને તે પૈસાને આ કંપનીઓમાં રી ઇન્વેસ્ટ કરવાનો છે. સાથે જ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સને બદલે દરેક કંપની માટે 5 વર્ષના પરફોર્મન્સ અને પ્રોડક્શન ટાર્ગેટ્સ નક્કી કરવામાં આવશે. સરકારી કંપનીઓની સ્થિતિ સુધારવા વિશે આ પહેલા વાત થઈ નહોતી.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સરકારી સંપત્તિઓના અંધાધૂંધ વેચાણને બદલે હવે સરકારી કંપનીઓના આંતરિક મૂલ્યને વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અન્ય યોજનાઓ ઉપરાંત, સરકાર મોટાભાગની સરકારી કંપનીઓમાં succession planning કરવાનો ઇરાદો ધરાવે છે. સાથે જ 2,30,000 મેનેજર્સને કંપનીઓમાં વરિષ્ઠ ભૂમિકાઓ માટે તાલીમ આપવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. વર્તમાનમાં સરકારી કંપનીઓમાં ટોચના અધિકારીઓની નિમણૂક સરકાર જ કરે છે.

વર્ષ 2021માં જાહેર કરાયેલી યોજના અનુસાર બે બેંક, એક વીમા કંપની અને સ્ટીલ, ઊર્જા અને દવા ક્ષેત્રની સરકારી કંપનીઓને વેચવાની હતી. સાથે જ ખોટમાં ચાલી રહેલી કંપનીઓને બંધ કરવાની હતી. પરંતુ સરકાર માત્ર દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને જ ટાટા ગ્રુપને વેચવામાં સફળ રહી. કેટલીક અન્ય કંપનીઓને વેચવાની યોજનાને તેણે પાછી ખેંચવી પડી. એલઆઈસીમાં સરકારે માત્ર 3.5% હિસ્સેદારી વેચી છે. સાથે જ કેટલીક અન્ય કંપનીઓમાં શેર વેચવામાં આવ્યા છે. ઈન્ડિયા રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી સુનીલ સિન્હાએ કહ્યું કે બહુમતી ન હોવાને કારણે મોદી સરકાર માટે સરકારી કંપનીઓના વેચાણને આગળ વધારવું મુશ્કેલ હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાત સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાત સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ
IND vs SL: બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની હારના 3 સૌથી મોટા કારણો, આ ખેલાડીની ભૂલની સજા ભોગવી રહી છે આખી ટીમ!
IND vs SL: બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની હારના 3 સૌથી મોટા કારણો, આ ખેલાડીની ભૂલની સજા ભોગવી રહી છે આખી ટીમ!
Shravan 2024: શિવલિંગ પર ભૂલથી પણ આ વસ્તુઓ ન ચઢાવો, ભગવાન શિવ નારાજ થઈ શકે છે
Shravan 2024: શિવલિંગ પર ભૂલથી પણ આ વસ્તુઓ ન ચઢાવો, ભગવાન શિવ નારાજ થઈ શકે છે
ભારે વરસાદને પગલે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા જાહેર, તંત્ર એલર્ટ
ભારે વરસાદને પગલે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા જાહેર, તંત્ર એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish |  હું તો બોલીશ | પાયામાં જ ભ્રષ્ટાચારHun to Bolish |  હું તો બોલીશ | ગામ ગામ માફિયા રાજBridge Collapse | ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ ધસી પડ્યો,બ્રિજ ચાલુ થાય તે પહેલા જ તૂટી પડ્યોJagadguru Shankaracharya Interview | શારદાપીઠના શંકરાચાર્યજી સાથે Exclusive ઈન્ટરવ્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાત સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાત સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ
IND vs SL: બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની હારના 3 સૌથી મોટા કારણો, આ ખેલાડીની ભૂલની સજા ભોગવી રહી છે આખી ટીમ!
IND vs SL: બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની હારના 3 સૌથી મોટા કારણો, આ ખેલાડીની ભૂલની સજા ભોગવી રહી છે આખી ટીમ!
Shravan 2024: શિવલિંગ પર ભૂલથી પણ આ વસ્તુઓ ન ચઢાવો, ભગવાન શિવ નારાજ થઈ શકે છે
Shravan 2024: શિવલિંગ પર ભૂલથી પણ આ વસ્તુઓ ન ચઢાવો, ભગવાન શિવ નારાજ થઈ શકે છે
ભારે વરસાદને પગલે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા જાહેર, તંત્ર એલર્ટ
ભારે વરસાદને પગલે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા જાહેર, તંત્ર એલર્ટ
શું હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો પણ બ્લડ ડોનેટ કરી શકે છે?
શું હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો પણ બ્લડ ડોનેટ કરી શકે છે?
Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, અત્યાર સુધીમાં 32ના મોત, દેશભરમાં કરફ્યુ લાગુ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, અત્યાર સુધીમાં 32ના મોત, દેશભરમાં કરફ્યુ લાગુ
Olympics Novak Djokovic: નોવાક જોકોવિચે જીત્યો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ, ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને હરાવ્યો
Olympics Novak Djokovic: નોવાક જોકોવિચે જીત્યો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ, ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને હરાવ્યો
27 હજાર લોકોને મળશે નોકરી, ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ શરૂ, 27 હજાર કરોડનું રોકાણ
27 હજાર લોકોને મળશે નોકરી, ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ શરૂ, 27 હજાર કરોડનું રોકાણ
Embed widget