30 November Deadline: માત્ર 5 દિવસ બાકી! તાત્કાલિક પતાવી લો આ 3 મહત્વના કામ, નહીંતર અટકશે પેન્શન અને લાગશે દંડ
Life certificate submission last date 2025: UPS માં જોડાવાની છેલ્લી તક અને લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની અંતિમ તારીખ; ટેક્સ ભરનારાઓએ પણ રહેવું પડશે સાવધાન.

Life certificate submission last date 2025: નવેમ્બર મહિનો પૂરો થવાના આરે છે અને તેની સાથે જ કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નાણાકીય કાર્યોની ડેડલાઈન પણ નજીક આવી ગઈ છે. હવે તમારી પાસે આ કામો પતાવવા માટે માત્ર 5 દિવસનો સમય બાકી છે. જો તમે 30 November, 2025 સુધીમાં આ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ નહીં કરો, તો તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. જેમાં પેન્શન અટકી પડવું, ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ મળવી અથવા લેટ ફી (દંડ) ભરવા જેવી મુશ્કેલીઓનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કયા ત્રણ કામો તમારે તાત્કાલિક પૂર્ણ કરવાના છે.
1. યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) માટે છેલ્લી તક
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સૌથી મહત્વના સમાચાર 'યુનિફાઇડ પેન્શન સ્કીમ' (UPS) ને લઈને છે. જે કર્મચારીઓ નવી પેન્શન સ્કીમ (NPS) માંથી UPS માં શિફ્ટ થવા માંગે છે, તેમના માટે હવે ગણતરીના દિવસો બાકી છે. સરકારે અગાઉ આ માટે 30 September ની તારીખ નક્કી કરી હતી, પરંતુ કર્મચારીઓને રાહત આપતા તે વધારીને 30 November કરવામાં આવી હતી.
શું છે સ્કીમ? આ યોજના હેઠળ કર્મચારીએ પોતાના બેઝિક પગાર અને DA ના 10% ફાળો આપવાનો હોય છે, જ્યારે સામે સરકાર 18.5% જેટલો જંગી ફાળો આપે છે. જો તમે આ સુરક્ષિત વિકલ્પ પસંદ કરવા માંગતા હોવ, તો આ મહિનાના અંત સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવી હિતાવહ છે.
2. પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર (Life Certificate) અનિવાર્ય
જો તમે અથવા તમારા ઘરમાં કોઈ પેન્શનર છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. સરકારી પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં 'હયાતીની ખરાઈ' એટલે કે 'જીવન પ્રમાણપત્ર' (Life Certificate) જમા કરાવવું ફરજિયાત હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 November છે. જો સર્ટિફિકેટ જમા નહીં થાય, તો આવતા મહિનાથી પેન્શન જમા થવાનું બંધ થઈ શકે છે.
કેવી રીતે જમા કરાવવું? હવે બેંકમાં ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા 'Jeevan Pramaan' એપ, ફેસ ઓથેન્ટિકેશન અથવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની 'ડોર સ્ટેપ સર્વિસ' દ્વારા પોસ્ટમેનની મદદથી પણ ડિજિટલ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. (નોંધ: 80 વર્ષથી વધુ વયના પેન્શનરો માટે આ પ્રક્રિયા 1 October થી શરૂ થઈ ચૂકી છે).
3. ટેક્સ અને TDS ફાઇલિંગની ડેડલાઇન
કરદાતાઓ માટે પણ નવેમ્બરનો અંત મહત્વનો છે. ઇન્કમ ટેક્સના નિયમો મુજબ, ચોક્કસ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે સ્ટેટમેન્ટ ફાઇલ કરવું જરૂરી છે.
TDS સ્ટેટમેન્ટ: ઓક્ટોબર 2025 મહિના માટે કલમ 194-IA (પ્રોપર્ટી ખરીદી), 194-IB (ભાડું), 194M અને 194S (ક્રિપ્ટો/વર્ચ્યુઅલ એસેટ્સ) હેઠળ કપાતા TDS માટે 'ચલણ-કમ-સ્ટેટમેન્ટ' ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 November છે.
ITR ફાઇલિંગ: જે કરદાતાઓએ કલમ 92E હેઠળ આંતરરાષ્ટ્રીય અથવા ચોક્કસ સ્થાનિક વ્યવહારોની જાણ કરવાની હોય છે, તેમના માટે ITR ભરવાની અંતિમ તારીખ પણ આ જ છે.
વિદેશી કંપનીઓ: આંતરરાષ્ટ્રીય કંપનીઓની ભારતીય શાખાઓએ નાણાકીય વર્ષ 2024-25 માટે ફોર્મ 3CEAA જમા કરાવવું આવશ્યક છે.





















