(Source: ECI/ABP News/ABP Majha)
Cancellation of Ride: હવે Ola, Uber કેબ ડ્રાઈવરો મનમાની કરી શકશે નહીં! બિનજરૂરી રીતે કેબ રદ કરવા પર થશે કાર્યવાહી
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઓલા, ઉબેર જેવી કંપનીઓ વિરુદ્ધ સરકારને ગ્રાહકો તરફથી ઘણી ફરિયાદો મળી હતી.
Action Against Cancellation of Ride: સરકારે કેબ એગ્રીગેટર્સ સામે પગલાં લેવા સૂચના આપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઓલા ઉબેર પર આપણી નિર્ભરતા વધવાની સાથે, આ કેબ કંપનીઓ સામે ગ્રાહકોની ફરિયાદો પણ વધી રહી છે. હવે સરકારે તેમની મનમાની સામે કડક વલણ અપનાવ્યું છે. CCPA એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ કેબ કંપનીઓ સામે વધી રહેલી ફરિયાદો વચ્ચે આ આદેશ જારી કરીને કહ્યું છે કે જો કોઈ પણ કેબ ડ્રાઈવર ગ્રાહક દ્વારા બુક કરાવેલી રાઈડને કોઈપણ માન્ય કારણ વગર કેન્સલ કરે તો આવી સ્થિતિમાં તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે, હવે CCPAએ ગ્રાહકો પાસેથી રોકડમાં ભાડું લેવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઓલા, ઉબેર જેવી કંપનીઓ વિરુદ્ધ સરકારને ગ્રાહકો તરફથી ઘણી ફરિયાદો મળી હતી. આ પછી, CCPAએ કંપનીઓને 10 મે 2022 ના રોજ આ બાબતે બેઠક કરીને આ ફરિયાદોનું નિરાકરણ કરવા જણાવ્યું હતું. આ સાથે કંપનીઓ પાસેથી આ ફરિયાદોના જવાબ પણ માંગવામાં આવ્યા હતા.
નબળી સેવાથી લોકો પરેશાન
તાજેતરના ભૂતકાળમાં, CCPAને Ola, Uber જેવી કેબ કંપનીઓ વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી છે. આમાં સૌથી મહત્ત્વનું કારણ વગર રાઈડ કેન્સલ કરવી, નિયત ભાડા કરતાં વધુ પૈસા લેવા, કારમાં એસી ન ચલાવવું વગેરે. આવી સ્થિતિમાં, CCPAએ આ ફરિયાદો સામે પગલાં લેવાનું મન બનાવી લીધું છે.
મનમાની કરવા પર કાર્યવાહી થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો કેબ ડ્રાઈવર મનસ્વી રીતે ગ્રાહકો પાસેથી વધુ ભાડું વસૂલે છે અથવા લોકેશન પૂછ્યા પછી રાઈડ કેન્સલ કરે છે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે હવે કેબ ડ્રાઈવર કોઈપણ ગ્રાહક પાસેથી કેશ મોડમાં પૈસા નહીં લે અને તેણે માત્ર ઓનલાઈન મોડમાં જ પૈસા લેવાના રહેશે. જે કંપની આ નિયમોનું પાલન નહીં કરે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.