શોધખોળ કરો

NPS Investment: સબ્સ્ક્રાઇબર્સને હવે એક વર્ષમાં એસેટ એલોકેશન બદલવાની ચાર તકો મળશે, જાણો વિગતે

NPS સબ્સ્ક્રાઇબર્સ તેમના ભંડોળનું ત્રણ એસેટ ક્લાસમાં રોકાણ કરી શકે છે - ઇક્વિટી, સરકારી સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડ.

NPS Investment Change: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) નેશનલ પેન્શન સ્કીમ (NPS) ને રોકાણકારો માટે વધુ નફાકારક બનાવવા માટે ઘણા પગલાં લઈ રહી છે. NPSમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેમાં ઇક્વિટી ફાળવણી મર્યાદામાં વધારો, સબ્સ્ક્રાઇબર્સને ફંડ મેનેજરોની વધુ પસંદગી આપવી અને એસેટ એલોકેશનના વર્ષમાં વધુ તકો આપવાનો સમાવેશ થાય છે.

PFRDA આશરે રૂ. 7.3 લાખ કરોડની સંપત્તિનું સંચાલન કરે છે. NPS સબ્સ્ક્રાઇબર્સ તેમના ભંડોળનું ત્રણ એસેટ ક્લાસમાં રોકાણ કરી શકે છે - ઇક્વિટી, સરકારી સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડ. હાલમાં, સબ્સ્ક્રાઇબર્સ વર્ષમાં બે વાર તેમના ભંડોળની ફાળવણીમાં ફેરફાર કરી શકે છે. પરંતુ હવે સબ્સ્ક્રાઇબર્સને વર્ષમાં 4 વખત તેમની એસેટ એલોકેશન બદલવાની મંજૂરી આપવા માટે તેમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાણો શું થશે પરિવર્તનનો ફાયદો

અહેવાલો અનુસાર, NPS સબસ્ક્રાઇબર્સને વર્ષમાં એસેટ એલોકેશનમાં ફેરફારની વધુ તકો મળવાથી ઘણો ફાયદો થશે. NPS માર્કેટ લિંક્ડ રિટર્ન ઓફર કરે છે. એસેટ ફાળવણીમાં ફેરફાર કરવાની વધુ તકો સાથે, સબ્સ્ક્રાઇબર્સ બજારની હિલચાલનો મહત્તમ લાભ લઈ શકશે. તેઓ બજારની હિલચાલ અનુસાર તેમના રોકાણનો નિર્ણય લઈ શકશે. ખાસ વાત એ છે કે જે સબસ્ક્રાઈબર એક્ટિવ ચોઈસ એસેટ એલોકેશનનો વિકલ્પ પસંદ કરે છે તેમને જ ચાર વખત બદલવાની મંજૂરી આપવામાં આવશે.

PFRDAના ચેરમેન સુપ્રિતમ બેનર્જીના જણાવ્યા અનુસાર NPS સભ્યો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમને એક વર્ષમાં એસેટ એલોકેશન બદલવાની વધુ તક મળવી જોઈએ. તેથી જ હવે અમે તેમને વર્ષમાં 4 વખત આવું કરવાની મંજૂરી આપી રહ્યા છીએ. બેનર્જીએ કહ્યું કે ગ્રાહકોએ હંમેશા યાદ રાખવું જોઈએ કે આ પ્રોડક્ટ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેથી, તેનો ઉપયોગ હંમેશા સમજદારીપૂર્વક કરવો જોઈએ.

આ પગલાથી ફંડ મેનેજરોની સંખ્યામાં વધારો થશે

અત્યાર સુધી સબ્સ્ક્રાઇબરે રોકાણ માટે 7 ફંડ મેનેજરમાંથી કોઈપણ એક ફંડ મેનેજર પસંદ કરવાનો હોય છે. NPS એ હવે Axis, Max Life અને Tata ને NPS ફંડ મેનેજર તરીકે પણ કામ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ત્રણ ફંડ મેનેજરની સેવાઓ પણ સબસ્ક્રાઇબર્સને બિઝનેસ સર્ટિફિકેટ મળતાની સાથે જ ઉપલબ્ધ થશે. ઉપરાંત, અત્યાર સુધી તમામ એસેટ ક્લાસનું સંચાલન એક જ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવતું હતું. હવે આમાં પણ ફેરફાર થશે અને બિન-સરકારી સબ્સ્ક્રાઇબર્સ દરેક એસેટ ક્લાસ માટે અલગ-અલગ ફંડ મેનેજરની નિમણૂક કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget