પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી ઓઈલ કંપનીઓ માલામાલ, જાણો કેટલો નફો કર્યો
શરૂઆતના આંકડા મુજબ વર્ષ 2019-20માં ઓઈલ કંપનીઓનો નફો 26,941 હતો.
નવી દિલ્હીઃ એક તરફ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવથી સામાન્ય જનતાનુ બજેટ બગડી ગયુ છે. લોકો પેટ્રોલ-ડિઝલના ભાવથી પરેશાન છે. ત્યારે ઓઈલ કંપનીઓ સતત કમાણી કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેંદ્ર પ્રધાને લોકસભામાં એક સવાલના લેખિતમાં જવાબ આપતા જે આંકડા રજુ કર્યા તે ચોંકાવનારા હતા.
આંકડા અનુસાર સરકારી ઓઈલ કંપનીઓ સતત નફો કરી રહી છે. વર્ષ 2017-18માં સરકારી ઓઈલ કંપનીઓએ કુલ 69,562 કરોડનો નફો કર્યો. જ્યારે વર્ષ 2018-19માં સરકારી ઓઈલ કંપનીઓનો નફો 69,714 પર પહોંચી ગયો છે. જો કે વર્ષ 2019-20માં સરકારી ઓઈલ કંપનીઓના નફામાં થોડો ઘટાડો જરૂર નોંધાયો છે.
શરૂઆતના આંકડા મુજબ વર્ષ 2019-20માં ઓઈલ કંપનીઓનો નફો 26,941 હતો. જો કે અંતિમ આંકડામાં નફો વધુ હોવાની સંભાવના છે. આ આંકડાઓમાં ઈંડિયન ઓઈલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી ઓઈલ વિતરણ કંપનીઓ સિવાય ઓએનજીસી, ઓએનજીસી વિદેશ લિમિટેડ, ગેલ અને ઓઈલ ઈંડિયા જેવી ઓઈલ ઉત્પાદન કરતી કંપનીઓના નફો સામેલ છે.