શોધખોળ કરો
Advertisement
ડુંગળીના ભાવ વધીને કિલાનો રૂપિયા 120 થઈ જશે, જાણો શું છે ભાવવધારા માટેનું મોટું કારણ ?
મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે. જેના કારણે બજારમાં ડુંગળીના ભાવમાં વધારો થવાનો અંદાજ છે.
નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. થોડા દિવસો પહેલા 50-60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળી આગામી દિવસોમાં 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ શકે છે. મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે. જેના કારણે બજારમાં ડુંગળીના ભાવમાં વધારો થવાનો અંદાજ છે.
પુણેના વેપારીના કહેવા મુજબ, અહીંયા એક સપ્તાહ પહેલા ડુંગળી 70 રૂપિયા કિલોના ભાવે વેચાતી હતી પણ આજે તેનો ભાવ 120 રૂપિયા પહોંચી ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 10 દિવસમાં ડુંગળીના ભાવમાં 12 રૂપિયા સુધીનો વધારો થયો છે. આ સાથે દેશમાં ડુંગળીનો ભાવ 52 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે.
તહેવારોની સીઝનમાં ગ્રાહકોને ડુંગળીના વધારે ભાવ ન આપવા પડે તે માટે કેન્દ્ર સરકારે ડુંગળીની આયાતના નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. ફૂડ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ ડુંગળી આયાતકર્તા પાસેથી અંડરકટિંગ લેવામાં આવશે. જેનો ડુંગળીનો પુરવઠા માટે ઉપયોગ કરી શકાશે. અલગ જગ્યાએ મોકલીને વેચી શકાશે નહીં.
મંત્રાલયના કહેવા મુજબ ડુંગળીના ભાવે આમ આદમી લઈ તમામ લોકોના આંખમાં આંસુ લાવી દીધા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી ડુંગળીનો બમ્પર પાક લેતા મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement